________________
૧૦૪ પરંપરા અને પ્રગતિ
લાંબી હડતાળ પડી તેનાથી વહેમાઈને મુંબઈના કેટલાક શેઠિયાઓ કહેવા લાગ્યા કે મુંબઈમાં આટલો લાંબો સમય હડતાળ ચાલુ રહે તે માટે અમદાવાદના મિલમાલિકો પૈસા ખર્ચે છે! કસ્તૂરભાઈએ આ જાણ્યું ત્યારે હસીને કહ્યું: “આનાથી વધારે મૂર્ખાઈભરેલો આક્ષેપ બીજો કયો હોઈ શકે?
- ૧૯૨૮માં અમદાવાદમાં પણ લગભગ એવો જ પ્રસંગ ઊભો થયો. મજૂરોએ મહાજનની મારફતે મિલમાલિકો પાસે વેતન-વધારાની માગણી મૂકી. ફરીથી ગાંધીજી અને મંગળદાસ પંચ તરીકે નિયુક્ત થયા. છેવટની ચર્ચા માટે મંગળદાસ શેઠ ગાંધીજી પાસે આશ્રમમાં ગયા. શંકરલાલ બેંકર પણ સાથે હતા. ગાંધીજી અને મંગળદાસ વચ્ચે વળી મડાગાંઠ પડી. ગાંધીજી આ ઝઘડો વાજબી રીતે પતે એમ ઇચ્છતા હતા પણ મંગળદાસ ટસના મસ થતા ન હતા. ગાંધીજીનો ઉકેલ તેમને માન્ય ન હતો; ન તો તેમનો ઉકેલ ગાંધીજીને માન્ય હતો. છેવટે કોઈ પણ નિર્ણય લીધા વિના સૌ ઊભા થયા ને ગાંધીજીના ખંડમાંથી બહાર આવ્યા. કસ્તૂરભાઈ થોડેક દૂર ઊભા હતા. તેમને બોલાવીને ગાંધીજીએ કહ્યું: “મંગળદાસને સમાધાન કરવા સમજાવો.” કસ્તૂરભાઈએ તેમને સમજાવવા પ્રયત્ન કર્યો પણ વ્યર્થ. છેવટે સ્વ. દી. બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીની સરપંચ તરીકે નિયુક્તિ થઈ. તેમણે આપેલા ચુકાદા પ્રમાણે ગાંધીજીએ સૂચવેલ ધોરણના કરતાં ઘણું વધારે મિલમાલિકોએ ચૂકવવું પડ્યું હતું.
૧૯૩૩-૩૪માં પગાર અંગેની ભાંજગડ હતી તે '૩૫માં સમજૂતી થતાં શમી ગયેલી. પણ બીજે વર્ષે માલિકોએ વેતનમાં ૨૦ ટકા કાપની દરખાસ્ત મૂકી. ગાંધીજી અને કસ્તૂરભાઈ પંચ હતા. ગાંધીજીએ વેતનકાપનો વિરોધ કર્યો. કસ્તૂરભાઈ વીસ ટકાથી દસ ટકા સુધી ઊતર્યા પણ ગાંધીજીને તે માન્ય નહોતું.
જસ્ટિસ મડગાંવકરને સરપંચ તરીકે કામ કરવા વિનંતી કરવામાં આવી. મડગાંવરે કાપને અયોગ્ય ઠરાવતો ચુકાદો આપતાં કહેલું કે “મિલ એજન્ટ કે મૂડીરોકનારના નફા માટે જીવતાજાગતા કારીગરને નિર્જીવ યંત્ર જેવો ગણવાનો, તેનો ઉપયોગ કરી લઈ ભંગારના ઢગલા પર ફેંકી દેવાનો અને સરકાર કે સ્થાનિક સંસ્થાઓ સંભાળે તો ઠીક, નહિ તો કંઈ નહિ, એવી વૃત્તિ રાખવાનો સમય ક્યારનોય ચાલ્યો ગયો છે.”૭
આ ઘટનાની કસ્તૂરભાઈ પર ઊંડી અસર થઈ. તેમણે માલિકોને આ
Scanned by CamScanner