________________
મજૂર અને માલિક
૧૦૩
વાજબી ગણી પણ મંગળદાસ તેમની સાથે એકમત ન થયા. એટલું જ નહિ, Aવે સરપંચ માટેની દરખાસ્ત પણ નકારી કાઢી. આથી મજૂરોમાં રોષ વ્યાપ્યો. અનસૂયાબહેન સારાભાઈએ મજૂરોને શાંતિ જાળવવા સમજાવ્યા, પણ તેમની સલાહ અવગણીને તેમણે હડતાળ પાડી. અનસૂયાબહેન નારાજ થયાં અને રાજીનામું આપવા તૈયાર થયાં. મજૂરોને તેમની ભૂલ સમજાઈ. બીજી તરફ મંગળદાસ છે પણ પીગળ્યા અને તેમણે મજૂરોની માગણી સ્વીકારતો ચુકાદો આપ્યો.
૧૯૨૧માં મજૂરો ને માલિકો વચ્ચે બોનસ અંગે ઝઘડો ઊભો થયો. તે વખતે પણ મંગળદાસ અને ગાંધીજી સહમત થઈ શક્યા નહીં. ગાંધીજીએ મંગળદાસને મિલના નફામાં મજૂરના વાજબી હિસ્સારૂપે બોનસ આપવા સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ મંગળદાસ માન્યા નહીં. વાતાવરણ કલુષિત થતું જતું હતું. એ વખતે માલવીયજી મંગળદાસ શેઠને ત્યાં મહેમાન હતા. તેમનું દિલ આ ખેંચતાણથી દુ:ખ પામ્યું. તેમણે મંગળદાસ શેઠને સમાધાન કરવા સલાહ આપી. છેવટે બંને પક્ષે માલવીયજીને સરપંચ તરીકે ચુકાદો આપવા વીનવ્યા. માલવીયજીએ મજૂરોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
૧૯૨૨માં માલિકોએ મજૂરોના પગારમાં વીસ ટકાનો કાપ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો. તે વખતે પણ ઉભય પક્ષે તંગદિલી સર્જાઈ હતી. શેઠિયાઓએ વીસ ટકા કાપ જાહેર કર્યો એટલે મજૂરોએ હડતાળ પાડી. બંને પક્ષ મક્કમ હતા. હડતાળમાં મજૂરોને ઘણું સહન કરવું પડ્યું. ગાંધીજીએ અને અનસૂયાબહેને જોયું કે હડતાળ લાંબી ચાલતાં મજૂરોની હિંમત ભાંગી જશે. પગારમાં કાપ સ્વીકારીને કામે ચડી જવા ગાંધીજીએ તેમને સલાહ આપી. મજૂરો કામે ચડી ગયા. પણ તેને પરિણામે મજૂર મહાજનની સભ્યસંખ્યા ૨૫,૦૦૦માંથી ઘટીને ૧,૫૦૦ થઈ ગઈ. તેને વધારવા માટે ૧૯૨૯ સુધી મહાજનના કાર્યકર્તાઓને ખૂબ જહેમત ઉઠાવવી પડેલી. પગારકાપ ૨૦ ટકામાંથી ઘટાડીને માલિકોએ પાછળથી ૧૫ ટકા કર્યો હતો.
તેને અનુસરીને મુંબઈની મિલોએ ૧૯૨૫માં મજૂરોના વેતનમાં ઘટાડો કરવાનું જાહેર કર્યું. આ જાહેરાતનું ઘણું ગંભીર પરિણામ આવ્યું. મુંબઈની તમામ મિલોમાં હડતાળ પડી. મજર કે માલિક બેમાંથી એકે પક્ષ નમતું જોખવા તૈયાર ન હતો. હડતાળનું વાતાવરણ તૂટક તૂટક ત્રણ વર્ષ લગી રહ્યું. આટલી
Scanned by CamScanner