________________
મજૂર અને માલિક
૧૯૧૮ની ઐતિહાસિક મજૂર લડત પછી ૧૯૨૦ના ફેબ્રુઆરીની ૨૫મી તારીખે મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી મજૂર મહાજન સંઘની રીતસર સ્થાપના થઈ. અમદાવાદ જેવા ઉદ્યોગપ્રધાન શહેરમાં મિલમાલિકો અને મજૂરો વચ્ચે અવારનવાર અનેક બાબતોમાં અને ખાસ કરીને વેતન અંગે મતભેદ ઊભો થવાના પ્રસંગો ઉપસ્થિત થતા રહે તે સ્વાભાવિક છે. આવે વખતે બંને પક્ષ એક એક વ્યક્તિને પંચ તરીકે પસંદ કરે અને પંચ જે ચુકાદો આપે તેને માથે ચડાવે. બે પંચ એકમત ન થાય તો ઉભયને માન્ય સરપંચને આખો મામલો સોંપાય ને તેનો ચુકાદો બંનેને બંધનકર્તા ગણાય. આવી સામાન્ય સમજૂતીથી બંને પક્ષનું કામ ચાલતું. તેને પરિણામે બીજાં શહેરોને મુકાબલે અમદાવાદમાં ઔદ્યોગિક શાંતિ ઠીક જળવાઈ રહી છે.
મહાજનની સ્થાપના થઈ તે જ વર્ષે મજૂરોએ પગારવધારાની માગણી કરેલી તેનો ન્યાય કરવા ગાંધીજી અને કસ્તૂરભાઈની વરણી થઈ હતી. બંનેએ મજૂરોની માગણી અંગે સહાનુભૂતિપૂર્ણ વિચારણા કરીને મજૂરોના વેતનમાં વધારો કરવા અંગે સમજૂતી સાધી હતી.
એ જ વર્ષમાં મિલોના થ્રૉસલ ખાતામાં કામ કરતા કારીગરોએ વેતન વધારવા તેમ જ કામના કલાક બારમાંથી દસ કરવા માટે માગણી મૂકી. તેને અંગે ગાંધીજી અને મંગળદાસ પંચ તરીકે નિમાયેલા. ગાંધીજીએ મજૂરોની માગણી
Scanned by CamScanner