________________
અભિનવ ઉધોગતીર્થ
૯૧
ઊભી થાયને ન ખરચે તો બીક રાખવાની જરૂર નથી એવી તેમની ગણતરી હતી.
કસ્તૂરભાઈએ મિ. મૂડીને સૌપ્રથમ આ નવા સાહસમાં થોડી પણ આર્થિક ભાગીદારી રાખવા કહ્યું. તેમણે પહેલાં તો એવો જવાબ આપ્યો કે “દેશની બહાર મૂડી રોકવાની અમારી નીતિ નથી.” પરંતુ કસ્તૂરભાઈએ દબાણ કરવાથી છેવટે અમેરિકન સાઈનેમાઈડ કંપની અતુલમાં દસ ટકા હિત રાખવા સંમત થઈ
એક કરોડ રૂપિયાની શેરહોલ્ડરોની મૂડીથી અતુલ પ્રોટ્સ લિ.ની શરૂઆત થઈ. પ્રાથમિક દોરવણી આપતાં મિ. મૂડીએ કસ્તૂરભાઈને કહેલું કે “રાસાયણિક ઉદ્યોગ એક મોટા વૃક્ષ જેવો છે. એક વસ્તુ બનાવો એટલે તેની સાથે સંકળાયેલી બીજી વસ્તુ બનાવવાની જરૂર પડે. તે બનાવો એટલે તેના અનુસંધાનવાળી ત્રીજી બનાવવી પડે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પહેલેથી જ ખૂબ વિશાળ જગા લઈ રાખવી જોઈએ. મેલાં પાણીના નિકાલ માટે અને મીઠા પાણીના પુરવઠા માટે પહેલેથી જ વિચાર કરી રાખવો પડશે.”
કસ્તૂરભાઈએ અનુભવી ઉદ્યોગપતિનું આ સૂચન બરાબર ધ્યાનમાં રાખ્યું.
૧૯૪રની ‘હિંદ છોડો' લડત વખતે શ્રી બી. કે. મજુમદાર મિલમાંથી છૂટા થઈને લડતમાં જોડાયા હતા. લડત પૂરી થયા પછી ખંડુભાઈ દેસાઈએ તેમને રાજકારણમાં પૂરેપૂરું ઝંપલાવવા નિમંત્ર્યા. તે પ્રમાણે સક્રિય રાજકારણમાં ભાગ લેવા સારુ તે વખતના ગુજરાતના નેતાઓ પાસે બી. કે.એ કામ માગ્યું ત્યારે કોઈ તેમને સ્પષ્ટ કામગીરી સોંપીને રાજકારણમાં પ્રવેશ આપવા તૈયાર નહોતું. છેવટે દાદાસાહેબ માવળંકરની સલાહ માનીને તેઓ પાછા કસ્તૂરભાઈ પાસે આવ્યા.
- કસ્તુરભાઈએ કારખાનું ઊભું કરવાથી માંડીને અતુલના સંચાલન અને વહીવટની તમામ જવાબદારી બી. કેને સોંપી. સિડ મૂડીના સૂચન મુજબ કારખાના માટે વિશાળ જગાની જરૂર હતી. છએક મહિના સુધી જુદાં જુદાં સ્થળો જોયા પછી તેમણે વલસાડથી સાત માઈલ દૂર પારનેરા ગામની નજીકની વેરાન જમીન પસંદ કરી. આ જગાનો લાભ એ હતો કે તેની નજીકમાં જ પાર નદી દરિયાને મળે છે. પથરાળ જમીન હોવાથી બંધ બાંધીને નદીનું પાણી રોકી શકાય તેમ હતું. બંધ બાંધ્યા પછી એક બાજુ મીઠું પાણી એકઠું થાય ને બીજી બાજુ મેલું પાણી દરિયાના ખારા પાણી સાથે ભળી જાય એવી વ્યવસ્થા થઈ શકે
Scanned by CamScanner