________________
૯૮
પરંપરા અને પ્રગતિ
અતુલે પછી પાયાના પદાર્થોનું ઉત્પાદન પણ શરૂ કર્યું. રંગોની બનાવટમાં એક મુખ્ય શાખા મીઠ, કોસ્ટિક સોડા, ક્લોરિન, જાતજાતના ઍસિડો વગેરેની છે અને બીજી શાખા કોલટારમાંથી બનતી નેથેલીન, બેન્ઝિન વગેરેની છે. પહેલાં પહેલી શાખાનું કામ લીધું અને કૉસ્ટિકની સાથે કૉસ્ટિક પોટાશ, ક્લોરિન, હાઇડ્રોક્લોરિક ઍસિડ વગેરેનું ઉત્પાદન કરવા માંડ્યું. અતુલ સાઈટ ઉપરની અટીક, સીબાનુલ, લેડરલી (પાછળથી સાઈનેમાઈડ ઇન્ડિયા) વગેરે કંપનીઓને તે પાયાના પદાર્થો મળતા થઈ ગયા. પછી બીજી શાખાનું કામ હાથમાં લઈને બોન ઍસિડ તથા બીટા નેથોલનો પ્લાન્ટ બેસાડ્યો. પાકા રંગની બેઝીઝ બનાવવામાં સીબા કંપનીએ મદદ કરી. આ પ્લાન્ટોમાં રૂપિયા છ કરોડનું રોકાણ થઈ ગયું.
આઈ. સી. આઈ. કંપનીએ નવા કોલકરાર કરીને વાટ રંગોની સાથે પ્રોશિયન રંગોની ભાગીદારી પણ અતુલ સાથે કરી. અમેરિકન સાઈનેમાઈડ કંપનીએ અતુલના મૂળ રોકાણમાં પોતાના દસ ટકા શેર હતા તે વેચીને અતુલ પાસેથી લેડરલી માટેનું ભાડાનું મકાન લીધેલું તે ખરીદી લીધું. લેડરલીનું નામ બદલીને સાઈનેમાઈડ ઇન્ડિયા નામની નવી કંપની ઊભી કરી. આ કંપનીમાં અતુલને ૩૫ ટકા ભાગ મળ્યો. તેમણે ઓરિયોમાઈસીનના ફર્મેન્ટેશનનો એક બેઝિક પ્લાન્ટ મૂક્યો. તેમાંથી મેલાથિયોન નામની જંતુનાશક દવા બનાવી. સીબાએ અતુલ સાથે ભાગીદારી માગી તે પરથી સીબાનુલ નામની કંપની ઊભી થઈ જેમાં અતુલનો ૬૫ ટકા ભાગ અને સીબાનો ૩૫ ટકા ભાગ હતો. આ કંપનીએ ફોરમલડીહાઈડ પ્લાસ્ટિકનો પ્લાન્ટ નાખી આરલડાઇટ નામનો ગુંદર જેવો પદાર્થ બનાવવા માંડ્યો. સીબા ઇન્ડિયા નામની સીબાની ભારતમાં કંપની હતી તેમાં અતુલને દસ ટકા ભાગ આપ્યો.૧૮
આમ સામાન્ય રંગના કારખાનાથી શરૂ થયેલું અતુલ આજે મોટું ઔદ્યોગિક કેન્દ્ર બની ગયું છે. તેમાં અસંખ્ય રસાયણોનું ઉત્પાદન થાય છે. અતુલ અને તેની ભાગીદારીની કંપનીઓ મળીને ૧૯૭૯ની આખર સુધીમાં રૂા. ૭૦ કરોડ ઉપરાંતનું રોકાણ થયેલું છે તે બીજી જાહેર અને ખાનગી ક્ષેત્રની કંપનીઓના કરતાં મોટું નથી, પરંતુ બીજી કંપનીઓ ફર્ટિલાઈઝર, ચન કે લોખંડ જેવી એક વસ્તુ લઈને બેઠેલી છે ત્યારે અતુલ સંખ્યાબંધ વસ્તુઓનું ઉત્પાદન કરે છે.
Scanned by CamScanner