________________
અભિનવ ઉદ્યોગતીર્થ ૯૯
તેની વિશેષતા એ છે કે પરસ્પર જુદી દેખાતી વસ્તુઓ ઉત્પાદનમાં સળંગ શૃંખલારૂપે ગોઠવાઈ જાય છે. ત્રણ મોટી પરદેશી કંપનીઓને સાથે રાખીને કસ્તૂરભાઈએ વિવિધ દિશાઓમાં આગળ વધી શકે તેવા ઉદ્યોગનું કુનેહપૂર્વક આયોજન કર્યું છે તેમાં તેમની દીર્ધ દૃષ્ટિ, ધીરજ, પ્રામાણિકતા ને સાહસિકતા દેખાઈ આવે છે.
૧૯૫૫માં અતુલે સવા કરોડનું વેચાણ કરેલું તે ૧૯૭૬માં સાડી સુડતાળીસ કરોડ થયું હતું. શરૂઆત કરી ત્યારે કુલ રોકાણના પચાસ ટકાથી વધુ કિંમતનો માલ પરદેશથી આયાત કરવો પડતો. પછી આયાતનું પ્રમાણ ઘણું ઓછું થઈ ગયું અને ઊલટ' પોતે વિદેશનાં પ્રથમ પંકિતનાં બજારોમાં માલ નિકાસ કરીને મોટી રકમનું હૂંડિયામણ રળવા લાગ્યા. ૧૯૬૫માં અતુલને ત્રણ લાખ રૂપિયાનું હૂંડિયામણ મળેલું તે ૧૯૭૨માં એક કરોડે અને ૧૯૭૬માં ત્રણ કરોડ અને વીસ લાખે પહોંચ્યું હતું. ૧૯૭૧ અને ૧૯૭૬માં કૅમેકસીલનું રંગ અને રંગની કાચી સામગ્રીની (ઇન્ટરમીડીએટ્સ)નિકાસ માટેનું પ્રથમ પારિતોષિક ને ૧૯૭૪માં તેનું દ્વિતીય પારિતોષિક અતુલને એનાયત થયેલું. ૧૯૭૪માં ‘આઈ. સી. એમ. એ.’ નું રસાયણની નિકાસ માટેનું પારિતોષિક પણ તેને મળ્યું હતું. ૧૯૫૫માં અતુલ પાંચ ટકા ડિવિડન્ડ વહેંચી શકેલું તે ૧૯૭૬માં વીસ ટકા થયું હતું. ચાર કરોડની કૅપિટલ પર બે કરોડના બોનસ શૅર આપ્યા હતા તે ગણીએ તો ડિવિડન્ડ ત્રીસ
1
ટકા થાય.
ઉત્તમ ગુણવત્તાવાળો માલ ઉત્પન્ન કરવાની અને તેને માટે સંશોધનની શ્રેષ્ઠ જોગવાઈ રાખવાની કસ્તૂરભાઈની નીતિને લીધે અતુલ સતત પ્રગતિ કરી શકેલ છે. યંત્રોને અદ્યતન સ્થિતિમાં રાખવાની કાળજી અને બુદ્ધિશાળી કર્મચારીઓને નવા નવા પ્રયોગ કરવા માટે મળતા પ્રોત્સાહનથી અતુલને ઊંચી ક્ષમતા ધરાવતા કેન્દ્ર તરીકે ભારતમાં જ નહીં, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ સારી પ્રતિષ્ઠા મળેલી છે.
અતુલનું નયનરમ્ય ઉદ્યોગનગર ૪.૩૬ ચો.કિ.મી.ના વિસ્તારમાં વસેલું છે. તેની પશ્ચિમે રેલવે લાઇન છે ને પૂર્વે મુંબઈ તરફ જતો હાઈવે છે. દક્ષિણે પાર નદી વહે છે, જેના પર બે નાનકડા બંધ બાંધીને વિશાળ જળરાશિનો સંચય કરેલો છે. અતુલની વીજળીની જરૂરિયાત પૈકી નેવું ટકા જેટલી વીજળી રાજ્ય
Scanned by CamScanner