________________
અભિનવ ઉધોગતીર્થ
૯૭.
રંગી અને કેટલીક મહત્ત્વની દવાઓનું ઉત્પાદન કરવા માંડયું હતું.'
આરંભનાં ત્રણ-ચાર વર્ષ દરમ્યાન અતુલે અતિશય નાણાંભીડ ભોગવી. શેરહોલ્ડરોની એક કરોડ રૂપિયાની મૂડીમાંથી કામ શરૂ થયું હતું પણ તેમાંથી મોટી રકમ તો પાણી, વીજળી, રસ્તા અને વસાહતના વિકાસમાં ખર્ચાઈ ગઈ હતી. શરૂઆતનાં વર્ષોમાં પૂરું ઉત્પાદન મળતું નહોતું. નાણાની અતિશય તંગી હતી. તે વખતે કસ્તૂરભાઈએ હિંમત કરીને રૂપિયા પચાસ લાખ પોતાની શરાફી પેઢી લાલભાઈ દલપતભાઈમાંથી કોઈ પણ પ્રકારની લેખિત બાંહેધરી વિના અતુલને
ધીર્યા. ૧૬
પણ એટલી રકમથી ખોટનો ખાડો પુરાય તેમ નહોતો. સદ્ભાગ્યે એ જ અરસામાં (૧૯૫૬) ભારત સરકારના ઉદ્યોગ પ્રધાન ટી.ટી. કૃષ્ણમાચારી અતુલની મુલાકાતે આવેલા. તેમને કારખાનાં બતાવ્યાં. પછી ભોજનના ટેબલ પર સૌની સાથે બેઠા. તેમણે કસ્તૂરભાઈને પ્રશ્ન કર્યો:
“આ કારખાનાનો વિસ્તાર કેમ કરતા નથી?”
તે માટે નાણાં જોઈએ. અમારી પાસે તેની સગવડ નથી.” કસ્તૂરભાઈએ જવાબ આપ્યો.
“દિલ્હી આવજો. આપણે વિચારીશું.” ટી. ટી. કે.એ કહ્યું.
કસ્તૂરભાઈ દિલ્હી ગયા. તે વખતે સર ચિન્તામણ દેશમુખ નાણામંત્રી હતા. ટી. ટી. કે. તેમની પાસે કસ્તૂરભાઈને લઈ ગયા. દેશમુખે તેમને નાણાં નિગમ જેવી સંસ્થા પાસે જવા સૂચવ્યું.
એ ત્યાં જઈ શકે તેમ નથી. ઘણી મોટી રકમની તેમને જરૂર છે. સરકારે જ તેમને લોન આપવી જોઈ એ.” ટી. ટી. કે.એ ભલામણ કરી.
કેટલા જોઈએ?” દેશમુખે પૂછયું. “ત્રણ કરોડ.” કસ્તૂરભાઈથી બોલાઈ ગયું.
સરકારે ફક્ત સાડા ચાર ટકાના વ્યાજે ત્રણ કરોડ રૂપિયાની લોન મંજૂર કરી. અગિયાર હપતે લોન પાછી ભરવાની. તેમાં પહેલા ચાર હપતા માફ. કસ્તૂરભાઈને પાછળથી વિચાર કરતાં લાગ્યું કે ત્રણ કરોડને બદલે વધુ મોટી રકમની માગણી કરી હોત તોપણ મળી જાત. આ લોન મળવાને કારણે અતુલ આર્થિક મુશ્કેલીમાંથી ઊગરી ગયું અને તેનો વિકાસ ઝડપી બની શક્યો.૧૭
Scanned by CamScanner