________________
અભિનવ ઉધોગતીર્થ
૯૩
રંગોના વેચાણમાંથી પૂરતો વકરો અને નફો નહીં થાય. એટલે તેમણે સિડ મૂડીને દબાણ કરીને કહ્યું કે “તમે થોડા ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ પણ આપો કે તેમાંથી બે પૈસા મળે અને અતુલને તેના રોકાણ ઉપર પ્રમાણસરનું વળતર મળે.”
વિચાર કરીને સિડ મૂડીએ જવાબ આપ્યો: “અમે ચીલાચાલુ અને સસ્તાં મિલ્ચરો કે બામો બનાવતા નથી અને તેમાં રસ પણ નથી. એવું બની શકે કે અમુક રોગો માટે અક્સીર નીવડેલી અમારી કેટલીક દવાઓ, જેની પેટન્ટો અમારી પાસે છે, તેની બનાવટનાં આગલાં લગભગ તમામ પગથિયાં અમે અહીં અમેરિકામાં બનાવીએ અને તમે તેની કાચા માલ તરીકે આયાત કરો ને છેલ્લું પગથિયું તમે કરો. શરત એ કે એ રીતે બનેલો માલ અનુલે બીજા કોઈને નહીં આપવાનો. અને કાચા માલ ઉપરની ખરાજાત સાથેના કુલ ખર્ચ ઉપર પંદર ટકા મહેનતાણા તરીકે લઈને એ ફિનિશ્ક માલ અમને સોંપવાનો.”માલની કિંમત વધારે હોવાથી અતુલને પંદર ટકા મહેનતાણા તરીકે મોટી રકમ મળે તેમ હતી. એટલે અતુલે એ શરતો કબૂલ રાખી. તેને પરિણામે એને સફાડાયાઝીન બનાવવાનો પ્લાન્ટ મળ્યો.
૧૯૫૨ના આરંભમાં કારખાનાનો એક પ્લાન્ટ તૈયાર થયેલો ને બીજાનું કામ ચાલતું હતું. બંધનું કામ પણ ચાલતું હતું. કારખાનાનું ઉદ્ઘાટન જવાહરલાલ નેહરુને વરદ હસ્તે માર્ચની ૧૭મી તારીખે ભારે દબદબા સાથે કરવામાં આવ્યું. આસપાસના પ્રદેશમાંથી અર્ધી લાખ જેટલા માણસો આ પ્રસંગે હાજરી આપવા ઊમટેલા. મુંબઈથી એક ખાસ ટ્રેન મહેમાનોને લઈને વલસાડ આવેલી. વલસાડ જિલ્લાની સો જેટલી સંસ્થાઓએ પુષ્પમાળાથી નેહરુનું સ્વાગત કરેલું. અતુલની
ભાવિ કારકિર્દીની શુભ આગાહી કરતો હોય તેમ ઉદ્ઘાટનનો પ્રસંગ ભવ્ય અને ઉજજવલ રીતે ઉજવાયો.° આવેલ અતિથિઓ ઉપર અતુલ એક મહાકાય કંપની બનવાની તૈયારી કરી રહેલ છે એવી સ્પષ્ટ છાપ પડી. આમંત્રિતોમાં આઈ. સી. આઈ.ના, સીબાના અને જર્મન કંપનીઓના પ્રતિનિધિઓ પણ હતા. તેમને લાગ્યું કે અતુલ સાથે દોસ્તી બાંધવા જેવું છે. ઉદ્ઘાટન પતી ગયા પછી આ કંપનીઓ તરફથી સહયોગ માટેની દરખાસ્તો આવવા લાગી. તેમાંથી અતુલનો વિકાસ થતો ગયો.
ઉદ્દઘાટન પ્રસંગે બ્રિટનની આઈ. સી. આઈ. કંપનીના મિ. પેમેન હાજર રહેલા. તેમણે અતુલની સાથે ભાગીદારી કરવાની માગણી કરી. અમેરિકન
Scanned by CamScanner