________________
૯૨
પરંપરા અને પ્રગતિ
તેમ હતી. દરિયા તરફના ભાગમાં એવાં કોઈ ગામ નહોતાં કે જેમને કારખાનાનાં મેલાં પાણીથી અગવડમાં મુકાવું પડે.
સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ અને વિખ્યાત ઇજનેર સ્વ. ભાઈલાલભાઈ પટેલને આ જગા બતાવી. તેમણે બધી રીતે ચકાસીને જગાની પસંદગી પર સંમતિની મહોર મારી; એટલું જ નહીં, જરૂરી બંધ બંધાવી આપવાની જવાબદારી પણ લીધી. જમીન સંપાદન કરવા માટે સરકાર સાથે વાટાઘાટો ચલાવવામાં એક-દોઢ વર્ષ વીતી ગયું. ૧૯૪૯ની આખરમાં ૮૦૦ એકર જમીન મળી એટલે ૧૯૫૦ની શરૂઆતમાં અતુલના પ્લાન્ટનું બાંધકામ શરૂ થયું.
- પાર નદી પર બંધ બાંધીને કરોડ ગેલન પાણીનો સંચય ધરાવતી મોટી ટાંકી તૈયાર થતી હતી. કારખાના અને વસાહત માટે છૂટથી પાણી મળે તેવી વ્યવસ્થા થવાની હતી. રસાયણના ઉત્પાદનથી વાતાવરણ પ્રદૂષિત ન થવા પામે અને સુંદર નૈસર્ગિક પાર્શ્વભૂમિ ઊભી થાય તે માટે બસો જાતનાં એક લાખ જેટલાં વૃક્ષો વાવ્યાં. જોતજોતામાં સૂકી ઊખર ભૂમિ ઉપર લીલી કુંજાર વાડીઓ રચાઈ ગઈ. તેની વચ્ચે જંગી કારખાનાની ઇમારતો અને રમકડાં જેવાં રૂપર્ધા માનોની વસાહત ઊભી થઈ. ઔદ્યોગિક સંગઠન અને સૌંદર્યપોષક કાવ્યમય વાતાવરણ બી. કે.ની દૃષ્ટિમાં એકસાથે સમાઈ શકે છે તેનું મૂર્ત દૃષ્ટાન્ન અતુલ છે. યંત્ર અને માનવતાના સમન્વયની સાથે કલા અને ઉદ્યોગનો ઉત્તમ મેળ અતુલના આયોજન અને નિર્માણમાં જોવા મળે છે તેનું રહસ્ય કસ્તૂરભાઈ અને બી. કે.ના અંતમાં રહેલું છે.
- બ્રિટિશ લોકોના ખોટા પ્રચારને લીધે અમેરિકામાં એવી માન્યતા ઊભી થયેલી કે ભારત ઘણો પછાત દેશ છે અને તેમાં ઇજનેરો, કેમિસ્ટો કે બીજા ટેકનિકલ માણસો લગભગ છે જ નહીં અને તેથી ઉદ્યોગો માટે ટેકનિક્લ સહાય અને વસ્તુઓ માટે તેને પરદેશ પર આધાર રાખવો પડે છે. આ ભ્રમણાને વશ થઈને અમેરિકન સાઈનેમાઈડે શરૂઆતમાં વીસ ડાયરેકટ અને ઍસિડ રંગો એટલે કે કાચા રંગોના ઉત્પાદન માટે કોલકરાર ક્ય. આ રંગ ચડાવેલું કાપડ બ્લીચિંગ પાઉડરથી ધોવાય તો રંગ ઝાંખા પડે છે. તેથોલ કે વાટ જાતના રંગોમાં આવું બનતું નથી, પણ તે બનાવવા અઘરા હોય છે. અને તે રંગોની કિંમત પણ વધારે હોય છે. સફર બ્લેક નામનો બીજો રંગ પણ લીધો. કસ્તૂરભાઈને લાગ્યું કે આ
Scanned by CamScanner