________________
અભિનવ ઉધોગતીર્થ
૮૯
વિતરણની સુંદર યોજના ઘડી કાઢી. બેંગાલ ટેકસટાઇલ ઍસોસિયેશનની સ્થાપના કરવામાં આવી. તેના સભ્યપદ માટે ૧૫,૦૦૦ રૂપિયાનું એક એવા ૬૦૮ યુનિટો બહાર પાડવાં. કોઈ પણ સભ્ય ચારથી વધુ યુનિટો લઈ શકે નહીં એવી મર્યાદા મૂકી, તેના વધુ રે ગુજરાત અને રાજસ્થાનના વેપારીઓ પાસે રહ્યા. ભારત સરકારે ખાસ ધારો પસાર કરીને આ ઍસોસિયેશનને આવકવેરામાંથી મુક્તિ આપી હતી. તેની મારફતે કાપડના છૂટક વેચાણની વ્યવસ્થા થઈ. આ યોજના પૂરેપૂરી સફળ થઈ. પહેલે વર્ષે રૂ. ૧૫,૦૦૦ના યુનિટ પર રૂ. ૯,૦૦૦ નો નફો થયો; બીજે વર્ષે રૂ. ૬,૦૦૦ અને ત્રીજે વર્ષે રૂ. ૪૫૦૦ નો નફો થયેલો. કસ્તૂરભાઈએ આમ ક્લકત્તાના કાપડના વેપારીઓને સરકારની બેજવાબદાર નીતિનો ભોગ બનતા બચાવી લીધા.
૧૯૪૫-૪૬ના અરસામાં વાઇસરોયની કાઉન્સિલના સભ્ય સર અરદેશર દલાલે ભારતના ઉદ્યોગોના વિકાસ માટે સરકારની સંમતિથી વિવિધ સમિતિઓ નીમી હતી, તેમાં રાસાયણિક ઉદ્યોગ માટેનીમેલી સમિતિ પર અમેરિકન સાઈનેમાઈડ કંપનીના મિ. કેસી હતા. તેમણે ગુજરાતના તાતા કેમિકલ્સના પ્લાન્ટ જોયા અને અનિલ સ્ટાર્ચનો સક્યુરીક એસિડનો તેમ જ કૅલિકો મિલનો કોસ્ટિક સોડાનો પ્લાન્ટ જોયો. આ તકનો લાભ લઈને તેમણે અમદાવાદની કાપડની મિલોની પણ મુલાકાત લીધી. તે ઉપરથી તેમને લાગ્યું કે ભારતમાં અમેરિકન ઉદ્યોગપતિઓ અથવા કંપનીઓને ધંધા માટે મોટો અવકાશ છે. તેનો લાભ અમેરિકન સાઈનેમાઈડ કંપનીએ રંગના ક્ષેત્રમાં લેવા જેવો છે એવો અભિપ્રાય કંપનીને મોલતી વખતે એમ પણ કહ્યું કે, રંગના ક્ષેત્રમાં ભારતમાં ઝુકાવવું હોય તો અમદાવાદના ઉદ્યોગપતિ કસ્તૂરભાઈ સાથે ભાગીદારી કરવાથી લાભ થશે. મિલોનું પ્લાનિંગ, મશીનરીની સંભાળ અને ઊંચી ગુણવત્તાવાળા માલનો આગ્રહ વગેરે કસ્તૂરભાઈની વિશિષ્ટતાઓથી તે પ્રભાવિત થયા હતા.
યુદ્ધકાળમાં રંગની તંગીનો લાભ લેવાની દૃષ્ટિએ અમેરિકન સાઈનેમાઈડ કંપનીએ એક નાની ઑફિસ મુંબઈમાં રાખી હતી. તેની દેખરેખ મિ. લૉરેન્જ રાખતા. તેમણે ઉદ્યોગપતિ તરીકે કસ્તૂરભાઈનું નામ સાંભળેલું. તેઓ સ્વ. ભૂલાભાઈ દેસાઈને સારી રીતે ઓળખતા. ભૂલાભાઈએ પણ ભાગીદારી માટે કસ્તૂરભાઈનું નામ પસંદ કરવા સલાહ આપેલી. બીજી તરફ એ વખતના
Scanned by CamScanner