________________
૮૨ પરંપરા અને પ્રગતિ ઝટ ઝટ પસાર થઈને ટેસી કરીને બીજા વિમાનમથકે એલેક્ઝાંડ્રિયા જવા માટે ઝડપથી પહોંચ્યા. પરંતુ તેમને માટે પંદર મિનિટ રાહ જોઈને પાંચ મિનિટ પહેલાં જ વિમાન ઊપડી ગયું હતું. તેમનો કાફલો વિમાનમથકમાં પેઠો તે વખતે જ વિમાન ઊંચે જઈ રહ્યું હતું. ઍર ઇન્ડિયાના વિમાનમાં નાસ્તો મળ્યો નહોતો એટલે બધાને ભૂખ પણ કકડીને લાગી હતી. કસ્તૂરભાઈએ નરીમાનને લકસર પહોંચવા માટે ખાસ વિમાન ચાર્ટર કરવાનું સૂચવ્યું. એ વખતે સરકારી પ્રતિનિધિઓએ તેમનું ધ્યાન દોર્યું કે વિમાન ચાર્ટર કરવાનું ખર્ચ કદાચ સરકાર નહીં મંજૂર કરે.
“સરકાર ના પાડશે તો એ ખર્ચ હું ભોગવી લઈશ.” કસ્તૂરભાઈએ તરત જવાબ આપ્યો.
બીજી જ પળે નરીમાને આવીને કહ્યું: “તમે અબઘડી ઊપડો. ઇજિપ્ત ને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલે છે એટલે ચાર્ટર કરેલ વિમાને પાંચ વાગ્યા પહેલાં કેરી પાછા આવી જવું પડશે.”
બધા તરત વિમાનમાં બેઠા. નરીમાન પણ સાથે ગયા. કસ્તૂરભાઈ પ્રવાસમાં ભાનું અવશ્ય રાખે. તેમની પાસે જે ખાવાનું હતું તે સાથીઓમાં વહેંચીને સૌએ દોઢ વાગ્યે વિમાનમાં નાસ્તો કર્યો. વિમાન ત્રણ વાગ્યે લકસર પહોંચ્યું. બીજે દિવસે પરોઢિયે કંપાલાનું વિમાન ઊપડ્યું. ૨૩મી ડિસેમ્બરે સાંજે પાંચ વાગ્યે કસ્તૂરભાઈની મંડળી કંપાલા પહોંચી. દોઢસો જેટલા હિંદીઓ તેમનું સ્વાગત કરવા વિમાનમથકે આવ્યા હતા.
પૂર્વ આફ્રિકાની સરકારના પ્રતિનિધિ કર્નલ રૉબર્ટ પામર પણ તેમના સ્વાગત માટે ઉપસ્થિત હતા. ભારત સરકારના પ્રતિનિધિ શ્રી ચાતુર અને બીજા બે સાથીઓ શિકાર માટે ગયેલા એટલે ૨૪મીએ સાંજે વાટાઘાટો માટે મળવાનું નક્કી થયું.
હોટેલમાં જવા કર્નલ પામર અને કસતૂરભાઈ મોટરમાં નીકળ્યા. “વાટાઘાટો કેટલો સમય લેશે?” કસ્તૂરભાઈએ પૂછયું.
“તમારું વલણ કેટલું વાજબી છે તેના ઉપર તેનો આધાર છે.” કલે જવાબ આપ્યો.
“મારું વલણ તો હમેશાં વાજબી જ હોય છે.” કસ્તૂરભાઈએ કહ્યું. “તો પછી બહુ વાર નહીં લાગે.” કર્નલ બોલ્યા.
Scanned by CamScanner