________________
વાટાઘાટ અને વિટિ
૮૩
બીજે દિવસે સવારે કંપાલાના હિંદી મિત્રોએ આ મંડળીના માનમાં ભોજન સમારંભ યોજયો હતો. દોઢસો જેટલા આમંત્રિતો હતા. આ સમારંભ ચાલુ હતો એટલામાં સંદેશો મળ્યો કે શ્રી ચાતુર અને બીજા સાથીઓ આવી ગયા છે ને કંપાલાથી વીસ માઈલ પર આવેલ એન્ટબી નામના સ્થળે વાટાઘાટો માટે મળવાનું છે. ભોજન સમારંભ પૂરો થતાં કસ્તૂરભાઈની મંડળી
બી પહોંચી. બરાબર ત્રણ વાગ્યે વાટાઘાટો શરૂ થઈ. ભારત, બ્રિટન અને પૂર્વ આફ્રિકાની સરકારના સત્તર જેટલા પ્રતિનિધિઓ હાજર હતા.
કુલ ત્રણ લાખ ગાંસડી રૂ પૂર્વ આફ્રિકા પાસેથી લેવાનું હતું. બે લાખ ગાંસડી ભારત માટે અને એક લાખ બ્રિટન માટે. પંદરેક મિનિટ ચર્ચા ચાલી. પછી કસ્તૂરભાઈએ ત્રણે સરકારના એક એક પ્રતિનિધિ મળીને ચર્ચા કરે એવું સૂચન મૂક્યું. તેનો બધાએ સ્વીકાર કર્યો.
પછી કસ્તૂરભાઈ, કર્નલ પામર અને બ્રિટિશ પ્રતિનિધિ રહ્યા.
“તમે નસીબદાર છો. એલેકઝાન્ડ્રિયાના ફિચર ચાર સેન્ટ ઊતર્યા છે એટલે કે સાઠ સેન્ટના છપ્પન સેન્ટ થયા છે. કર્નલ પામરે કહ્યું. દિલ્હીમાં છ મહિના પહેલાં વાટાઘાટો થયેલી ત્યારે પૂર્વ આફ્રિકાના રૂની કિંમત ઍલેકઝાન્ડ્રિયાના ફિચર પર આધારિત રહેશે એવું ઠરાવ્યું હતું તેનો ઉલ્લેખ કરીને કર્નલે પૂછયું:
“તમે એ કરારને વળગી રહો છો ને?” કસ્તૂરભાઈએ હા પાડી. પણ બ્રિટિશ પ્રતિનિધિ બોલ્યા:
“તમે હા પાડી તે ઠીક છે, પણ મારે બ્રિટિશ પાર્લમેન્ટને જવાબ આપવાનો છે. ગયે અઠવાડિયે જ મને આ રૂ પચીસ પેન્સના ભાવે ઑફર થયેલું. એ વખતે અમને એ ભાવ ઊંચો લાગેલો. દિલ્હીના કરારને અન્વયે તેની કિંમત પાઉન્ડના સાડા અઠ્ઠાવીસ પેન્સ થાય તે કેમ પાલવે?”
કસ્તૂરભાઈએ બે બ્રિટિશ અધિકારીઓની વચ્ચે સમાધાન કરવાની તક ઝડપી અને સાડા સત્તાવીસ પેન્સ પર સોદો નક્કી કરાવી આપ્યો. વળી કંપાલા અને બુશોગા, બુકડી વગેરે બીજાં સ્થળો વચ્ચેના તફાવતને આગળ ધરીને તેમણે ગણતરી કરીને સાડા સત્તાવીસને ૨૭.૧૦ પેન્સ પર રૂની કિંમત લાવી દીધી અને તે ભાવે ભારત તરફથી બે લાખ ગાંસડીનો સોદો કર્યો. બ્રિટિશ પ્રતિનિધિએ પણ એ જ ભાવે એક લાખ ગાંસડીનો સોદો, એલેકઝાન્ડ્રિયાના ફિચરની
Scanned by CamScanner