________________
૮૪
પરંપરા અને પ્રગતિ
વધઘટ, લેવીદેવીની શરતે, નક્કી કર્યો. કર્નલ પામરે સંમતિ આપીને એક ક્લાકમાં આશરે અઢાર કરોડ રૂપિયાની કિંમતની ત્રણ લાખ ગાંસડીનો પાકો સોદો થઈ ગયો.
પછી કસ્તૂરભાઈ ચા પીવા ગયાને કર્નલ પામર પૂર્વ આફ્રિકાના ગવર્નરની મંજુરી માટે ગયા. થોડી વારમાં જ તે વિલે મોઢે પાછા આવ્યા. કસ્તૂરભાઈને એક બાજુ બોલાવ્યા ને કહ્યું:
“ભારત સાથેનો સોદો ગવર્નરે મંજૂર કર્યો છે, પણ બ્રિટિશ પ્રતિનિધિઓ ઍલેકઝાન્ડ્રિયાના ફિચરની વધઘટની શરતે સોદો કર્યો છે એટલે તે મંજૂર કર્યો નહીં.”
૧૯૪૪થી કસ્તૂરભાઈએ બ્રિટન સાથે વેપારના સારા સંબંધ જાળવવાની નીતિ અખત્યાર કરી હતી. તેને પરિણામે ભારતને વાજબી ભાવે રૂ મળી શકતું હતું. એટલે આ પ્રસંગે બ્રિટનને છોડીને ભારત માટેનો સોદો સ્વીકારવો તે યોગ્ય નથી એમ તેમને લાગ્યું. ભારત સરકાર રૂની ખરીદી માટે ખૂબ આતુર હતી. વળી સરકારે તેમને જે કિંમત રૂ ખરીદવાની સત્તા આપી હતી તેના કરતાં છ પેન્સ ઓછો ભાવ આપીને આ સોદો કર્યો હતો. તેમની સાથે ભારત સરકારે મોક્લેલા ત્રણ સલાહકારો હતા. પરંતુ આ તબક્કે તેમની સલાહ લેવાનું કસ્તૂરભાઈને ઠીક લાગ્યું નહીં. પૂરી જવાબદારી સાથે તેમણે કર્નલ પામરને સીધું જ સંભળાવી દીધું:
“તમારા ગવર્નરને કહો કે આ એક અખંડ સોદો છે, બ્રિટન અને ભારતનો અલગ અલગ ટુકડારૂપે નથી.”
આ બહુ મોટું જોખમ હતું. પણ સાહસ વિના સિદ્ધિ ક્યાંથી મળે? કર્નલ પામરે કસ્તૂરભાઈની વાત ગવર્નરને પહોંચાડી અને ગવર્નરને છેવટે તે સ્વીકારવી પડી.
કસ્તુરભાઈના આ પગલાનો બ્રિટિશ પ્રતિનિધિઓ પર તેમ જ કર્નલ પામર પર ઊંડો પ્રભાવ પડ્યો. તેમને બંનેને લાગ્યું કે ભારતના પ્રતિનિધિઓ કેવળ સ્વાર્થથી પ્રેરાઈને પોતાનું જ હિત જોનારા નથી.
છેવટે બંને દેશના સોદાનો પાકો કરાર તૈયાર થયો. સહીસિક્કા થયા. રાત્રે દસ વાગ્યે કંપાલા પાછા આવ્યા. ત્યાંથી બીજે દિવસે સવારે દરિયાઈ વિમાન દ્વારા ખારતૂમ જવા ઊપડયા. નાતાલનો દિવસ હોવાથી વિમાનમાં બીજા કોઈ ઉતારુ નહોતા.
સુદાન સરકારના પ્રતિનિધિઓએ ભારતીય પ્રતિનિધિમંડળનું સ્વાગત
Scanned by CamScanner