________________
૭૮
પરંપરા અને પ્રગતિ
લડાઈનો વખત હોવાથી વિમાનમાં બે લાકડાના બાંકડા જેવી વધારાની બેઠકો ગોઠવી હતી. પર્સની ઇચ્છા આ ત્રણે હિંદીઓ બાંકડા પર બેસે અને ખુરસીઓ ધોળી ચામડીવાળા માટે રહે એવી હતી. એટલે પેલી ત્રિપુટી ખુરસી પર બેઠી કે તરત પર્સરે તેમની પાસે આવીને તેમને ત્યાંથી ઊઠવાનું ફરમાન કર્યું. કસ્તૂરભાઈ અને તેમના સાથીઓએ ઊઠવાની ના પાડી એટલે પેલો લાલપીળો થતો કપ્તાન પાસે ગયો ને તેને બધી હકીકત કહી. કપ્તાન ગુસ્સે થતો આવ્યો ને ત્રણેને કહ્યું: “ઊઠો, નહીં તો ત્રણેને બહાર ફેંકી દઈશ. શું સમજો છો?” ત્રણેમાંથી એકે ઊભા થયા નહીં તેમ કશું બોલ્યા નહીં. ધૂવાંવૂવાં થતો તે ચાલ્યો ગયો.
થોડી વાર પછી કસ્તૂરભાઈએ કપ્તાનને બોલાવ્યો અને કહ્યું: “અમે હિંદ સરકાર વતી વાટાઘાટો કરનાર પ્રતિનિધિમંડળના સભ્યો છીએ. અમારી તરફ જે પ્રકારનો વર્તાવ કરવામાં આવ્યો છે તે જરા પણ શોભાસ્પદ નથી. આ બાબત અમે સરકારમાં ઉચ્ચ સ્તરે હાથ પર લેવાના છીએ.”
કપ્તાનને સમજાયું કે આ લોકો તો સરકારના પ્રતિનિધિમંડળના સભ્યો છે એટલે એ ઢીલો થઈ ગયો ને માફી માગવા લાગ્યો.
કેરોથી હુબાનિયા આવ્યા. ત્યાં વિમાન રોકાઈ રહ્યું. કપ્તાને આવીને ખબર આપ્યા કે આંધી ચડેલી છે એટલે કદાચ આપણે રાત અહીં જ રોકાઈ જવું પડશે. કસ્તૂરભાઈને પહેલાં તો લાગ્યું કે આંધી તો વધુમાં વધુ ૧૦૦ કે ૧૫૦ ફૂટ ઊંચે ચડે, પણ આ દરિયાઈ વિમાન તો ૩૦૦૦થી ૪૦૦૦ ફૂટ ઊંચે ઊડનું હોય છે, તેને આધીની શી અસર થવાની હતી? પણ હુબાનિયા રાત રોકાઈને પરોઢિયે ચાર વાગ્યે વિમાન ઉપાડ્યા પછી ચાર કલાકમાં બસરા પહોંચ્યા ત્યાં આંધી જોઈ ત્યારે ખ્યાલ આવ્યો કે આ પ્રદેશમાં આંધી ૨૦૦૦થી ૩૦૦૦ ફૂટ સુધી ઊંચે ચડે છે.
પાછા આવ્યા બાદ રામચંદ્રને પર્સરે તેમના તરફ કરેલા દુર્વર્તાવનો પ્રશ્ન બ્રિટિશ સરકાર સમક્ષ ઉઠાવ્યો. પર્સર દક્ષિણ આફ્રિકાનો બ્રિટિશર હતો. બ્રિટિશ સરકારને એ મામલામાં વચ્ચે પડવું પડ્યું ને છેવટે પર્સરને નોકરીમાંથી છૂટો કરવામાં આવેલો.૧૧ પરાધીન દેશના નાગરિક હોવાનો કડવો અનુભવ એ કદાચ એમને માટે પહેલો ને છેલ્લો હશે તેમ સરકારના સન્માન્ય સભ્યને દુભવવા માટે ગોરા શાસનમાં ગોરાને થયેલી સજા પણ એ કદાચ પહેલી નહીં તો વિરલ
Scanned by CamScanner