________________
૭૬
પરંપરા અને પ્રગતિ
તે નિર્ણય અનુસાર હિંદી પ્રતિનિધિમંડળ ગ્વાલિયરથી બેહરિન, બસરા અને હુબાનિયા થઈને કેરો જવા ઊપડ્યું. કેરો પહોંચતાં બે દિવસ થયા. નાઈલના વિમાની મથકે બ્રિટિશ પ્રતિનિધિ મિ. જહોનસને તેમનું સ્વાગત કર્યું. શેપડ્ઝ હોટેલમાં મુકામ કર્યો. જહોનસનની ઓફિસમાં વાટાઘાટો ચાલી. તેમાં અમેરિકન પ્રતિનિધિ પણ હાજર હતા.
ઇજિપ્તના રૂની ખરીદીમાં શો ફેરફાર કરીએ તો ભાવ વધવા ન પામે?” જહોનસને શરૂઆત કરી.
“આપનો શો ખ્યાલ છે?” કસ્તૂરભાઈએ સામું પૂછયું.
“હું માનું છું કે સીધી ખરીદી કરવાને બદલે તમારા દેશની મિલો રૂની ખરીદી બ્રિટનની મારફતે કરે તો ફાયદો થાય.” જહોનસને કહ્યું.
કોને ફાયદો થાય તે કસ્તૂરભાઈ સારી રીતે જાણતા હતા. પણ તેમણે ચર્ચાને ત્યાં જ અટકાવીને કહી દીધું: “જુઓ, મિ. જહોનસન, જ્યાં સુધી અમે ખરીદેલું એક લાખ ગાંસડી રૂ અમારા દેશમાં રવાના કરવા દેવામાં ન આવે ત્યાં સુધી ભવિષ્યની ખરીદી અંગે કોઈ ચર્ચા કરવા અમે તૈયાર નથી.”
“એ નહીં બની શકે” જહોનસને સખતાઈથી જવાબ આપ્યો. અમેરિકન પ્રતિનિધિએ તેમાં સૂર પુરાવ્યો.
તરત જ કસ્તૂરભાઈ અને તેમના સાથીઓ ઊભા થઈ ગયા અને તેમની હોટેલ પર પાછા ગયા.
પેલા બેએ ધારેલું નહીં કે આ લોકો આ રીતે સભાત્યાગ કરીને ચાલ્યા જશે. બીજે દિવસે સવારે અગિયાર વાગ્યે કસ્તૂરભાઈને મળવા માટે હોનસને સંદેશો મોકલ્યો.
ફરી ચર્ચા ચાલી. છેવટે ભારતે ખરીદેલુંરૂ ઉપાડે તે માટે બંને પ્રતિનિધિઓને સંમત થવું પડ્યું. પછી કસ્તૂરભાઈએ વાત આગળ ચલાવતાં કહ્યું :
તમારી માફક અમે પણ શક્ય તેટલા સસ્તા ભાવે રૂ ખરીદવા માગીએ છીએ. પરંતુ તેને માટે બંને પક્ષે સીધો વ્યવહાર કરવાની છૂટ હોવી જોઈએ. વચ્ચે કોઈ ત્રીજાની દરમ્યાનગીરી ન હોવી જોઈએ.”
“એ કેવી રીતે બને?” “તેને માટે મારી પાસે યોજના છે. ભારત એક અઠવાડિયામાં બે હજાર
Scanned by CamScanner