________________
૭૨
પરંપરા અને પ્રગતિ
કસ્તૂરભાઈનું આ સૂચન સમયસરનું હતું. ૧૯૩૬માં જ્યારે હિંદ અને બ્રિટનની વચ્ચે વેપારી સંબંધો અંગે વાટાઘાટો કરવા માટે સાત માણસોની સમિતિ નીમવાનું નક્કી થયું ત્યારે તેમાં તેમણે ગણાવેલ ત્રણે ઉદ્યોગપતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
બીજા ટેરિફ કમિશનનો રિપોર્ટ ૨૫ જૂન, ૧૯૩૬ના રોજ પ્રસિદ્ધ થયો, તેમાં બ્રિટનમાંથી આયાત થતા છાપેલા સિવાયના કાપડની પાંચ ટકા જકાત ઘટાડવાની ભલામણ હતી. મુંબઈની મિલોની સ્થિતિ ઘસારો અને વ્યાજને પહોંચી વળે એટલો નફો કરી શકે એવી નથી એ મતલબની નોંધ પણ કમિશને કરેલી. સરકારે તા. ૨-૬-૧૯૩૬ના રોજ એ ભલામણો ફેરફાર વિના સ્વીકારી. મુંબઈ મિલમાલિક મંડળના પ્રમુખ સર વિઠ્ઠલ ચંદાવરકરે ટેરિફ કમિશનના આ નિર્ણય અંગે નાખુશી વ્યક્ત કરતાં મંડળની સામાન્ય સભામાં તા. ૧૦-૩-૩૭ના રોજ કહેલું કે “કાપડ-ઉદ્યોગના મારા બ્રિટિશ મિત્રોને યાદ દેવરાવું કે બ્રિટન હિંદી રૂ ઉપર જેટલું ખર્ચ કરે છે તેનાથી અનેકગણું વધારે હિંદુસ્તાન બ્રિટિશ કાપડ અને સૂતરની આયાત પર ખર્ચ કરે છે." બ્રિટિશ શાસકોની નીતિ આમ દેખીતી રીતે જ વેપારી કરારમાં ભારતના ભોગે બ્રિટનને ફાયદો કરી આપવાની હતી.
૧૯૩૬માં હિંદ સરકારે સર મોહમદ ઝફરલ્લાખાનના અધ્યક્ષપદે ભારત અને બ્રિટન વચ્ચેના વેપાર અંગે ભલામણ કરવા એક સમિતિ નીમી હતી. સર પી. ટી, ઘનશ્યામદાસ બિરલા, લિયાકતઅલી ખાન, સરદાર દાતારસિંગ, સર એડવર્ડ બેન્થોલ, પરાકીમેડીના રાજા અને કસ્તૂરભાઈ એ સમિતિના સભ્યો હતા. સર પી. ટી, બિરલા અને કસ્તૂરભાઈએરાષ્ટ્રીય દૃષ્ટિબિંદુ રજૂ કરીને તે પ્રમાણે ભલામણો કરાવવાનો નિશ્ચય કર્યો હતો. તે પ્રમાણે ત્રણે મિત્રો મળીને સમિતિની નોંધમાં જરૂરી સુધારાઓ સૂચવતા હતા. છ મહિના સુધી સમિતિએ અહીં ચર્ચા કરી; પછી ૧૯૩૭ના મેમાં સમિતિ ઇંગ્લેંડ ગઈ. પરલોકીમેડીના રાજાને બદલે મદ્રાસથી કોઈ વ્યક્તિને મૂકવામાં આવેલી. દાતારસિંગ અને લિયાકતઅલી ખાનને કસ્તુરભાઈ અને તેમના બે મિત્રો પોતાના પક્ષમાં રાખી શક્યા હતા. લેંકેશાયરના ઉદ્યોગપતિઓના પ્રતિનિધિ તરીકે લોર્ડ ડર્બી હતા. તેમણે પોતાને ઘેર સમિતિના સભ્યોને ખાણા માટે નિમંત્ર્યા હતા. તેમાં ચાર ભૂતપૂર્વ વાઇસરૉયોને પણ
Scanned by CamScanner