________________
વાટાઘાટ અને વિટિ
૭૩
નિમંત્રેલા. લેંકેશાયરની ઇચ્છા ભારત સાથેના કાપડના વેપારમાં વધુમાં વધુ ટછાટો મેળવવાની હતી. સમિતિ ચાર મહિના સુધી ત્યાં રહી. બ્રિટનના બોર્ડ ઓક ટેડના સભ્યો સાથે લાંબી મસલતો કરી. અને છેવટે ભલામણો કરવાની આવી ત્યારે સભ્યો બે પક્ષમાં સરખે ભાગે વહેંચાઈ ગયા. એક બાજુ સરંપી.ટી, બિરલા, કસ્તૂરભાઈ અને લિયાકતઅલી ખાન અને બીજી બાજુ બાકીના ચાર સભ્યો.૬ સરકારે પોતાનું તમામ વજન સ્વાભાવિક રીતે જ લેંકેશાયરના પલ્લામાં નાખીને આયાત-જકાત ઘટાડીને સાડાબાર ટકાની નક્કી કરતું સુધારેલું ઇન્ડિયન ટેરક બિલ મા અને એપ્રિલની દિલહી ધારાસભામાં ઉદ્યોગમંત્રી સર મોહમદ ઝફરલ્લાખાન પાસે રજૂ કરાવ્યું. બંને વખત ચૂંટાયેલા સભ્યોએ બહુમતીથી નામંજૂર કરતાં સરકારે ઉપલી સભામાં પસાર કરાવીને પોતાની સત્તાથી મે ૧૯૩૯માં તેને કાયદાનું સ્વરૂપ આપ્યું.
આટલું કરવા છતાં ૧૯૨થી ૧૯૩૯ સુધીનાં દસ વર્ષ દરમ્યાન લેંકેશાયરને ભાગ્યે જ કશો ફાયદો થયો હશે. દેશમાં વાતાવરણ વિલાયતી કાપડની વિરુદ્ધ હતું. બ્રિટિશ કાપડની આયાત આ દસ વર્ષમાં ઉત્તરોત્તર ઘટતી ગઈ હતી; તેને મુકાબલે જાપાની કપડની આયાત વધી હતી. પરદેશી કાપડની આયાત દસકાના આરંભમાં હતી તે દસકાને અંતે ઘટીને ત્રીજા ભાગની થઈ ગઈ હતી, જ્યારે દેશી મિલોમાં થતું કાપડનું ઉત્પાદન બમણું થયું હતું.
૧૯૩૮ના ઉનાળામાં કસ્તૂરભાઈ સિમલા હવાફેર માટે ગયા હતા. પાછા વળવાની તૈયારીમાં હતા એવામાં તેમને નરોત્તમભાઈનો તાર મળ્યો: “જલદી આવો; સારાભાઈ ડાહ્યાભાઈએ અશોક મિલના એક કારકુનને ફોડીને હજારો શેરની બનાવટી રસીદો રજૂ કરીને છેતરપિંડી કરી છે.” કસ્તૂરભાઈ અમદાવાદ પહોંચ્યા. દાદાસાહેબ માવળંકરે સમજાવ્યું કે આવા છેતરપિંડીવાળા વ્યવહાર માટે અશોક મિલ કે તેના એજન્ટ જવાબદાર ગણાય નહીં. આમ છતાં બજાર ઉપર તેની અસર થયા વગર રહી નહીં. અશોક મિલ મોટી નુકસાનીમાં ઊતરી પડી છે એવી અફવાઓ જોશમાં ચાલી. એ વખતે કસ્તૂરભાઈના વહીવટમાં સાત મિલો હતી. તેમાં આશરે એક કરોડ ને ચાળીસ લાખ રૂપિયાની થાપણો હતી. અફવાને કારણે થાપણ મૂકનારા ગભરાઈને પાકતી રકમ પાછી લેવા આવવા લાગ્યા. મિલ તરફથી તેની સમયસર ચૂકવણી કરવાની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ.
Scanned by CamScanner