________________
૭૪
પરંપરા અને પ્રગતિ
ત્રણ મહિના સુધી આ પ્રમાણે ચાલ્યું. પછી લોકોને વિશ્વાસ બેઠો એટલે થાપણ ચાલુ રાખવા પાછા આવવા લાગ્યા.
એ જ સારાભાઈ ડાહ્યાભાઈ અને કસ્તૂરભાઈના બનેવી પ્રતાપસિંગ મોહનલાલ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી. સાથે રૂપિયા ૭૫,૦૦૦ની ઠગાઈ કરી હતી. સારાભાઈ ડાહ્યાભાઈ સાથે કસ્તૂરભાઈને મૈત્રીસંબંધ હતો. દાદાસાહેબ માવળંકરે કસ્તૂરભાઈને તે બંનેની સામે ફોજદારી કેસ કરવા સલાહ આપી. પણ તે પહેલાં સારાભાઈએ ઝેર પીને આપઘાત કર્યો. પછી રહ્યા કસ્તૂરભાઈના બનેવી પ્રતાપસિંગ. તેમને માટે ધર્મસંકટ હતું. છતાં જાહેર સંસ્થા પ્રત્યેની પોતાની ફરજને ધ્યાનમાં રાખીને પ્રતાપસિંગની સામે કસ્તૂરભાઈએ ટ્રસ્ટ તરફથી ફરિયાદ નેધાવી. પ્રતાપસિગને એક વર્ષની જેલની સજા થઈ. આને લીધે તેમનાં કાકી કસ્તૂરભાઈ ઉપર ખૂબ ગુસ્સે થયેલાં. પણ એકાદ વર્ષ પછી કસ્તૂરભાઈની શુદ્ધ નિષ્ઠાની ખાતરી થતાં તેમણે ભત્રીજાને માફી બક્ષી હતી.
આ ઘટનામાં કસ્તૂરભાઈની ધીરજ અને હિંમતની કસોટી થઈ. જાહેર હિત જોતાં પોતાના સગાને પણ દોષિત હોય તો સજા કરાવવા જાહેર કાર્યકર્તાએ આગળ આવવાની નૈતિક હિંમત દાખવવી જોઈએ તે કસ્તૂરભાઈએ ઉપર દર્શાવેલ ઠગાઈના કિસ્સામાં પોતાના વર્તનથી સિદ્ધ કરી આપ્યું હતું.
રિઝર્વ બેંકના ડિરેક્ટર તરીકે કસ્તૂરભાઈ ૧૯૩૭માં ચૂંટાયેલા. ૧૯૩૮માં બેંકના ગવર્નર સર જેમ્સ ટેલર ચાર દિવસની ટૂંકી માંદગી ભોગવીને એકાએક મૃત્યુ પામ્યા. તેમની જગાએ ગવર્નરની નિમણૂક કરવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સભા થઈ. તેમાં સર પી. ટી., લાલા શ્રીરામ વગેરે અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત હતા. કસ્તૂરભાઈએ યોગ્ય હિંદીને ગવર્નરપદે નીમવો જોઈએ એવો આગ્રહ દર્શાવ્યો ને કહ્યું: “સરકારને ગવર્નરની નિમણૂક કરવાની સત્તા છે એ કબૂલ; પણ કાયદાની જોગવાઈ મુજબ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સંમતિથી નિયુક્તિ થાય છે. અમારું દૃઢ મંતવ્ય છે કે આ જગા પર હિંદીની નિમણૂક કરવી જોઈએ.” એ વખતે રેઈસમેન નાણાંમંત્રી હતા. તેમની ઇચ્છા સર જેમ્સ ટેલરની જગા પર અંગ્રેજને લાવવાની હતી. કસ્તૂરભાઈએ તેમને મળીને બોર્ડનું દૃષ્ટિબિંદુ સમજાવ્યું. છેવટે તેમણે પોતાની ઇચ્છા જતી કરીને તે વખતના ડેપ્યુટી ગવર્નર સર ચિન્તામણ દેશમુખની ગવર્નરપદે નિયુક્તિ કરી આમ, એક હિંદીને સૌપ્રથમ
Scanned by CamScanner