________________
૫૬
પરંપરા અને પ્રગતિ
જકાત દૂર થઈ શકી નહીં. મુંબઈ અને અમદાવાદના મિલમાલિક મંડળોએ સર નેસ વાડિયાના નેતૃત્વ નીચે હિંદી સરકાર સમક્ષ રજૂઆત કરીને આ જકાત નાબૂદ કરવા અનુરોધ કર્યો હતો. પ્રજાના જાગ્રત વર્ગમાં આ અન્યાયપૂર્ણ જકાત સામે ભારે નફરત પેદા થઈ હતી.
કસ્તૂરભાઈને આ જકાત નાબૂદ કરવા અંગે વડી ધારાસભામાં ઠરાવ લાવવાનો વિચાર થયો. એ પ્રશ્નનાં તમામ પાસાંનો પોતે ઊંડો અભ્યાસ કર્યો અને તે પરથી ઠરાવનો મુસદ્દો ઘડી કાઢ્યો. તેને માટે દાદાસાહેબ માવળંકરને તેમણે અમદાવાદથી બોલાવ્યા. દાદાસાહેબે દિલ્હીમાં એક અઠવાડિયું રોકાઈને કસ્તૂરભાઈને તેમનું વક્તવ્ય તૈયાર કરવામાં મદદ કરી.૯ બિનસરકારી ઠરાવ હોવાથી ધારાસભામાં ચર્ચા માટે તે લેવાશે કે કેમ એ વિશે શંકા હતી. છતાં બધી તૈયારી કરી રાખી.
૧૯૨૦માં કોંગ્રેસે અહિંસક અસહકારનો કાર્યક્રમ અપનાવવાનો ઠરાવ કર્યો ને દેશના વિશાળ લોકસમુદાયને પહોંચી વળે તેટલું કાપડ તે વખતની મિલો ઉત્પન્ન કરી શકે તેમ ન હોવાથી હાથે કાંતેલ સૂતર અને હાથે વણેલ કાપડ તૈયાર કરવાની જોરદાર અપીલ કરી. એ વખતે દરેક કેંગ્રેસી સભ્ય “ભારતની આર્થિક, રાજકીય અને નૈતિક ઉન્નતિ માટે સ્વદેશી વ્રતને હું આવશ્યક માનું છું” એવી પ્રતિજ્ઞા લેવી પડતી હતી.
ગાંધીજી માનતા હતા કે બ્રિટિશ શાસન નીચે ચાલતી ધારાસભામાં ભાગ લેવાનો કોઈ અર્થ નથી તેમ છતાં કોંગ્રેસીઓને તેમાં જવા માટે તેમણે અનિચ્છાએ સંમતિ આપી હતી. તદનુસાર ચિત્તરંજન દાસ અને મોતીલાલ નેહરુએ સ્વરાજ પક્ષની રચના કરીને ધારાસભામાં પ્રવેશ કર્યો હતો. ૧૯૨૪માં ગાંધીજીએ ધારાસભામાં ગયેલા કોંગ્રેસીઓને સરકારે કાપડની જરૂરિયાત હોય ત્યાં ખાદી જ ખરીદવી અને પરદેશી કાપડની આયાત પર ભારે જકાત લાદવી એ મતલબના ઠરાવ મૂકવાનું સૂચન કર્યું હતું.૧૦
અમદાવાદમાં કોંગ્રેસ અધિવેશન ભરાયું ત્યારથી કસ્તૂરભાઈને મોતીલાલ નેહરુ સાથે નિકટનો સંબંધ બંધાયો હતો. તેમણે મોતીલાલજીને કાપડ-જકાત નાબૂદ કરવા અંગેના પોતાના ઠરાવની વાત કરી અને તેમના ટેકાની માગણી કરી.
Scanned by CamScanner