________________
૬૬
પરંપરા અને પ્રગતિ
અને ડો. આઈ. જી. પટેલ જેવા માંધાતાઓ ત્યાં અર્થશાસ્ત્રના અધ્યાપકો હતા. તેમની સ્પર્ધામાં મારા વિષયમાં હું નહીં ટકી શકું એવી લાગણી એ વખતે થયેલી. એટલે આ ક્ષેત્રમાં ઝળકવાની ઈચ્છા જાગી.”
કસ્તૂરભાઈએ કોઠાસૂઝથી આ રત્ન પારખ્યું. મજુમદારે તેમને ચારસાડાચાર દાયકા સુધી ઉત્તમ સેવા આપી. ખાસ કરીને, આગળ જોઈશું તેમ, અતુલની સ્થાપના અને તેના કુશળ સંચાલનનો યશ બલુભાઈને જાય છે. તેમના પુરુષાર્થની પાછળ નિષ્ઠા, બુદ્ધિશક્તિ, હિંમત, નિ:સ્વાર્થતા, સાહસિકતા અને સૌથી વિશેષ દૃષ્ટિમંતતાએ અતુલને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવે તેવી સફળતા હાંસલ કરી આપી છે. તેને કારણે આજે નિવૃત્તિમાં પણ તેઓ સમગ્ર ઉદ્યોગપરિવારના માનના અધિકારી બન્યા છે.
એવા જ બીજા શક્તિશાળી અધિકારી કસ્તૂરભાઈને પ્રાપ્ત થયા તે સ્વ. ચંદ્રપ્રસાદ દેસાઈ. તેઓ પણ શિક્ષક જ હતા. અને એ હેસિયતે જ કસ્તૂરભાઈ સાથે તેમને પરિચય થયેલો. શરૂઆતમાં તેમને રાયપુર મિલમાં મૂકેલા. ત્રણ વર્ષ બાદ અરવિંદ મિલમાં આસિસ્ટંટ સેલ્સમેન તરીકે તેમને નીમ્યા.તે વખતે મજુમદાર તે મિલના સેક્રેટરી હતા. ચંદ્રપ્રસાદ અત્યંત પ્રામાણિક અને તેજસ્વી બુદ્ધિવાળા તરવરિયા જુવાન હતા. કાપડની જાત અને ગુણવત્તાની પરખમાં તેમનો જોટો ન મળે. કાપડ જોઈને તેની કિંમત, વેચાણ વગેરેનો અંદાજ કાઢી આપે. કાપડ પર અંકુશ આવ્યો તે વખતે સરકારે નીમેલી સમિતિના તે અધ્યક્ષ હતા.અંકુશિત કાપડના ભાવ ચંદ્રપ્રસાદ નક્કી કરતા. કારીગરો પ્રત્યે ઉદાર અને પ્રેમભર્યું વર્તન રાખે; તેથી મજૂરોમાં પ્રિય થઈ પડેલા. તેમનો વ્યવહાર સ્વમાનપૂર્ણ અને શિસ્તબદ્ધ હતો. જુનવાણી દલાલો અને વેપારીઓ સાથે કોઈ વાર સંઘર્ષ થતો. આથી મિલમાં ઉત્પાદન અને વેચાણનાં એકમોને એકબીજાથી અલગ રાખ્યાં હતાં. કસ્તૂરભાઈની છાયાની માફક તેમની નીતિ, પદ્ધતિ અને યોજનાઓ સાથે તેઓ એકાત્મતા સાધી શક્યા હતા. એક વાર અમુક કારણે તેમને શેઠ સાથે મનદુ:ખ થયું. રાજીનામું લખીને મોકલી આપ્યું. શેઠે તે ફાડી નાખ્યું અને પગારમાં તેમને ઇચ્છા મુજબ આંકડો મૂકવા કહ્યું. સ્વભાવે તે લહેરી અને “કલબ લાઇફના રસિયા હતા. ૧૯૬૦ના અરસામાં તેમને હૃદયરોગનો હુમલો થયેલો. પછી તા. ૧૯ ફેબ્રુઆરી ૧૯૬૯ના રોજ સવારે કોઈક લગ્ન-સમારંભમાં હાજરી આપીને
Scanned by CamScanner