________________
વાટાઘાટ અને વિશિષ્ટ
ગાંધીજીએ વિલાયતી માલના બહિષ્કારનું આંદોલન ઉપાડ્યું હતું તેને પરિણામે લેંકેશાયરથી આયાત થતા કાપડમાં મોટો ઘટાડો થયો હતો. બીજી બાજુ જાપાન રૂનો મોટો જથ્થો હિંદુસ્તાનમાંથી મેળવીને ત્યાં સુતરાઉ કાપડનો જથ્થાબંધ નિકાસ કરતું હતું. બ્રિટન હિંદુસ્તાનમાં વેપારી લાભ મેળવવા ખૂબ આતુર હતું. એટલે તેની ચર્ચા કરવા માટે ૧૯૩૩માં સિમલામાં ત્રિપક્ષી પરિષદ બોલાવવામાં આવી. તેમાં હિંદી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રતિનિધિ તરીકે લાલા શ્રીરામ, દેવીપ્રસાદ મૈતાન અને કસ્તૂરભાઈને પસંદ કરવામાં આવ્યા હતા. સર હોમી મોદી અને એકબે બીજા મુંબઈ મિલમાલિક મંડળ તરફથી આવ્યા હતા.
ચર્ચામાં સર હોમી મોદી અને કસ્તૂરભાઈ સામસામે આવી ગયા. એ વખતે પરદેશી માલની આયાત પર પંદર ટકા જકાત હતી. સર હોમીની ઇચ્છા તેને ઘટાડવાની હતી. કસ્તૂરભાઈ અને તેમના સાથીઓએ કહ્યું કે આ દેશના મિલ-ઉદ્યોગને હાનિ ન પહોંચે એ શરતે આયાત-જકાત ઘટાડવી હોય તો ઘટાડો. સર હોમી મોદીએ દેવીપ્રસાદ સ્વૈતાનને પોતાના પક્ષમાં લેવાની પેરવી કરવા માંડી. લાલા શ્રીરામ અને કસ્તુરભાઈ મૂંઝાયા. લાલાજીએ રસ્તો કાઢ્યો. તેમણે કસ્તૂરભાઈને કહ્યું: “ધનશ્યામદાસ બિરલાને દિલ્હી વાત કરો કે દેવીપ્રસાદ મૈતાન આપણો પક્ષ ન છોડે.”
Scanned by CamScanner