________________
૭૦
પરંપરા અને પ્રગતિ
મળીને પોતાની વાત કરી. તેઓ સંમત થયા. તે પરથી લાગતું હતું કે સર હોમીની યોજના સફળ થશે નહીં. પરંતુ છેવટે મુંબઈ મિલમાલિક મંડળના ટેકાથી સર હોમીની દરખાસ્ત પસાર થઈ ગઈ. લંકેશાયરથી આયાત થતા માલના જથ્થામાં ઘટાડો કર્યા વગર જકાતમાં ઘટાડો કરવાનો કરાર નક્કી થયો, જે પાછળથી મોદી-લીસ કરાર તરીકે ઓળખાયો. મધ્યસ્થ ધારાસભામાં આની સામે ઉગ્ર વિરોધ થયો, પરંતુ સરકારે તેની દરકાર કરી નહીં. જોકે આ કરારથી લેંકેશાયરને ધાર્યા પ્રમાણે ફાયદો થયો નહીં. ૧૯૩૩થી ૧૯૩૯ દરમિયાન લેંકેશાયરે હિંદુસ્તાનમાં નિકાસ કરેલ કાપડ સરેરાશ ૩૫ કરોડ વારથી વધ્યું નહોતું.'
આ પ્રસંગથી કસ્તૂરભાઈને રાષ્ટ્રીય હિત જોઈને વિદેશી મંડળો સાથે વિષ્ટિ કરનાર ઉદ્યોગપતિ તરીકે સારી પ્રતિષ્ઠા મળી. ૧૯૩૪-૩૫ના વર્ષ માટે હિંદી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ. તે જ વર્ષે
અમદાવાદ મિલમાલિક મંડળના પ્રમુખ તરીકે પણ તેઓ ચૂંટાયા. વળી એ જ વર્ષમાં (૧૯૩૪) જિનીવા ખાતે ભરાનાર લેબર કોન્ફરન્સમાં ભારતના ઉદ્યોગપતિઓના પ્રતિનિધિ તરીકે મોકલવા સારુ તેમને બીજી વાર પસંદ કરવામાં આવ્યા. આ તકનો લાભ લઈને તેમણે કુટુંબ સાથે યુરોપની મુસાફરી ગોઠવી હતી.
૧૯૩૫ની આખરે મોદી-લીસ કરારની મુદત પૂરી થતી હતી. બ્રિટિશ સરકારે જાપાન સાથે હિંદના વેપારના કરાર કરેલા. આ બંને કરારોને ધારાકીય સ્વરૂપ આપવા માટે મધ્યસ્થ ધારાસભામાં સરકાર તરફથી ખરડો રજૂ થયો હતો. તે વખતે વેપારમંત્રી સર જોસેફ ભોરે આ બંને કરારની હિંદના વેપાર પર થતી અસરને લક્ષમાં રાખીને તેમાં સુધારા સૂચવવા માટે બીજું ટેરિફ કમિશન તા. ૧૦ સપ્ટેમ્બર, ૧૯૩૫ના રોજ નીમ્યું હતું. આ કમિશને બ્રિટનમાંથી હિંદુસ્તાનમાં આયાત થતા સુતરાઉ કાપડ, સૂતર, બનાવટી રેશમ અને તેના મિશ્રણથી થયેલ કાપડના વેપારમાં હિંદુસ્તાનના ઉદ્યોગને યોગ્ય રક્ષણ આપવા અંગે ભલામણ કરવાની હતી. અહીં ‘યોગ્ય રક્ષણ'નો અર્થ “હિંદુસ્તાનમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સાથે બ્રિટનથી આયાત થતી તે તે વસ્તુની વેચાણ-કિંમત સરખી રહે તે રીતે જાતનું માળખું ગોઠવવું” એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી. કમિશનના અધ્યક્ષપદે સર ઍલેકઝાન્ડર મરે હતા. બીજા બે હિંદી સભ્યો હતા તેમાંના એક સર રામસ્વામી મુદલિયાર હતા.
Scanned by CamScanner