________________
૫૮
પરંપરા અને પ્રગતિ
સપ્ટેમ્બર, ૧૯૨૫ની સભામાં આ જકાત રદ કરવાની હિમાયત કરતાં કહ્યું કે: “દર્દીનો શ્વાસ બંધ થઈ ગયા પછી ડૉકટરને બોલાવવાનો કોઈ અર્થ નથી. સરકાર
ક્યાં સુધી આ ઉદ્યોગને પીળ્યા કરશે?” છેવટે કસ્તૂરભાઈએ ચર્ચામાં ભાગ લેતાં કહ્યું કે: “સામાન્ય જનસમુદાય તેમ તેના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આ અકારી થઈ પડેલી ધૃણાસ્પદ જકાતને દૂર કરવાની માગણી કરેલી છે. છેલ્લાં ત્રણ વર્ષથી કાપડ-ઉદ્યોગમાં મંદી આવેલી છે ને તે મોટું નુકસાન સહન કરી રહેલ છે. પરંતુ સરકારે તેને માટે મોઢાની મીઠાશ બતાવવાથી વિશેષ કશું કર્યું નથી.” આર્થિક કારણસર આ જકાત રદ કરવાનું શક્ય નથી એવી સરકારની દલીલનો જવાબ આપતાં તેમણે ભારતના હિતની પરવા કર્યા વગર સરકાર કેવા લખલૂટ ખર્ચા કરી રહી હતી તેના દાખલા આપીને ‘મન હોય તો માળવે જવાય’ (where there is a will, there is a way) એ કહેવત ટાંકીને સરકારની દાનત વિશે શંકા ઉઠાવી હતી.
કસ્તૂરભાઈએ મૂકેલા ઠરાવ પર મત લેવાયા. મોટી બહુમતીથી તે ઠરાવ પસાર થયો. એટલે છેવટે તા. ૧ ડિસેમ્બરના રોજ વાઇસરૉયે વટહુકમ બહાર પાડીને ભારતની મિલોમાં ઉત્પન્ન થતા કાપડ પરની આબકારી જકાતનો અમલ સ્થગિત કર્યો. તે પછી ૧૯૨૬ના માર્ચની ધારાસભામાં તેને લગતો કાયદો ઘડીને ત્રીસ વર્ષથી ચાલતી આવેલી આ અન્યાયપૂર્ણ જકાત સરકારે વિધિપૂર્વક નાબૂદ કરી.૧૨
આ ઐતિહાસિક નિર્ણયમાં કસ્તૂરભાઈ નિમિત્ત બન્યા એ તેમને માટે તેમ જ તેમના મતદારમંડળને માટે ઓછા ગૌરવની બિના ન ગણાય. ભારતીય મિલ-ઉદ્યોગના ઇતિહાસના આ પ્રકરણ સાથે કસ્તૂરભાઈનું નામ હમેશાં જોડાયેલું રહેશે.
તેમની જાહેર કારકિર્દીના ઘડતરમાં વડી ધારાસભામાં ગાળેલાં આ ત્રણ વર્ષ ઘણાં લાભદાયી નીવડ્યાં હતાં. એ દરમ્યાન તેમને પંડિત મદનમોહન માલવીય, મહમદઅલી ઝીણા, રંગસ્વામી આયંગર, વિઠ્ઠલભાઈ પટેલ વગેરે દેશના અગ્રણીઓના સંપર્કમાં આવવાની તક મળી. સર પરશોતમદાસ અને મુખમ્ ચેટ્ટી સાથે તો મૈત્રીસંબંધ બંધાઈ ગયો હતો. પોતે સ્વરાજ પક્ષના વિધિસર સભ્ય થયા નહોતા, પરંતુ મતદાન વખતે અચૂક સ્વરાજ પક્ષની સાથે રહેતા. મધ્યસ્થ ધારા
Scanned by CamScanner