________________
વડી ધારાસભામાં
૫૭
“તમને જરૂર મદદ કરીશ. પરંતુ પક્ષ ચલાવવા માટે અમારે નાણાંની જરૂર છે. તે માટે તમારી મદદ જોઈશે.” મોતીલાલજીએ વળતી દરખાસ્ત કરી. “જરૂર,” કસ્તૂરભાઈએ કહ્યું.
મુંબઈમાં મળવાનું નક્કી કર્યું. એફ. ઈ. દિનશાની ઑફિસમાં સર નેસ વાડિયા અને બીજા બેત્રણ મુંબઈના મિલમાલિકો અને કસ્તૂરભાઈ તથા અંબાલાલ સારાભાઈ અમદાવાદના મિલમાલિકો તરફથી મળ્યા. મોતીલાલજીએ સ્વરાજ પક્ષના ઉદ્દેશ ને કાર્યક્રમ સમજાવ્યાં અને તેને માટે જરૂરી નાણાંની માગણી રજૂ કરી. પાંચ લાખ રૂપિયા એકત્ર કરવાનું નક્કી થયું. મુંબઈના મિલમાલિકોએ સાડા ત્રણ લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું ને બાકીના દોઢ લાખ અમદાવાદમાંથી ઉઘરાવી લેવાનું કસ્તૂરભાઈને સૂચવ્યું.
“અમદાવાદના મિત્રોને હું મળ્યો નથી એટલે એકદમ દોઢ લાખ રૂપિયાનું વચન કેવી રીતે આપી શકું?” કસ્તૂરભ!ઈએ અચકાતાં અચકાતાં કહ્યું.
“તમે તેમના પ્રતિનિધિ છો એટલે તેમની વતી તમારે જવાબદારી સ્વીકારવી જોઈએ.” અંબાલાલ સારાભાઈએ સમજાવ્યું.
કસ્તૂરભાઈએ તે પ્રમાણે જવાબદારી સ્વીકારી. અમદાવાદ ગયા પછી તેમણે મિલમાલિક મંડળ સમક્ષ બધી હકીકત મૂકી. કારોબારીએ તેમનું સૂચન તત્કાળ સ્વીકારીને સ્વરાજ પક્ષ માટે દોઢ લાખ રૂપિયા ભેગા કરી આપ્યા.૧૧
સ્વરાજ પક્ષના ટેકાને કારણે કસ્તૂરભાઈએ રજૂ કરેલો પ્રસ્તાવ ધારાસભામાં ચર્ચા માટે આવી શકયો.
સૌપ્રથમ ૧૯૨૪ના સપ્ટેમ્બરમાં આ ઠરાવ રજૂ થયો. ગરમાગરમ ચર્ચાને અંતે ધારાસભાએ ઠરાવ્યું કે કાપડ પરની આબકારી જકાત લાંબો વખત ચાલુ રાખવી જોઈએ નહીં. તા. ૧૨ માર્ચ, ૧૯૨૫ના રોજ ફરીથી તેની ચર્ચા ઊપડી. તેમાં ભારતીય વેપારી મહામંડળના પ્રતિનિધિ સર પરશોતમદાસ ઠાકોરદાસે સંભળાવ્યું કે: “આ જકાત રદ થાય તો, માન્ચેસ્ટરને બીક છે કે, તેના ભારત સાથેના કાપડના વેપારને હિન પહોંચશે. તે કારણે ભારત સરકાર આ બાબતમાં નિષ્ક્રિય રહેલ છે. ભારતનો કાપડ-ઉદ્યોગ પોતાના પગ પર જ ઊભો રહ્યો છે. આજ સુધી તેને સરકારની કોઈ શુભેચ્છા મળી નથી.”
મુંબઈ શહેરના એક પ્રતિનિધિ શ્રી એન. એમ. ડુમસિયાએ તા. ૧૬
Scanned by CamScanner