________________
વિસ્તરતી ક્ષિતિજે ૬૩
સુધરતી જાય છે, તમે જિનીવા જાઓ.” ચિંતા દૂર થઈ. બીજે અઠવાડિયે પી. ઍન્ડ ઓ.ની સ્ટીમર આવી ત્યારે આ માતૃભક્ત પુત્ર જિનીવા જવા રવાના
થયા.
૧૯૩૧માં કસ્તૂરભાઈએ બીજી એક મિલ ઊભી કરવાનો વિચાર કર્યો. તેને માટે પાંચ લાખની નવી મૂડી ઊભી કરવાને બદલે રાયપુર મિલે પાંચ લાખ રૂપિયા રોક્યા અને રાયપુર મિલના એક શેરની સામે નવી અરવિંદ મિલનો એક શેર બોનસ તરીકે રાયપુર મિલના શેરહોલ્ડરને આપવાનું ઠરાવ્યું. એ વખતે મિલની મશીનરીના બજારમાં ઘણી મંદી હતી. તેનો લાભ લેવાના હેતુથી કસ્તૂરભાઈ મુંબઈ ગયા. બ્રિટનના મશીનરીના વેપારી પ્લાન્ટ્સ બ્રધર્સના એજન્ટ તરીકે સર નેસ વાડિયાની પેઢી કામ કરતી હતી. કસ્તૂરભાઈએ તેમને કહ્યું:
મને ૩૩ ટકા કમિશન મળે તો મશીનરીનો મોટો ઑર્ડર મૂકવા તૈયાર છું.”
એવી નાખી દેવાની વાત ન કરો. દસ ટકા વળતરની વાત પણ અમે આજ સુધીમાં કદી સ્વીકારી નથી. ત્યાં તમે ૩૩ ટકા માગો છો!” સર નેસ હસીને બોલ્યા.
એમ હશે. પણ આજના સંજોગો જુદા છે. મંદીનો વખત છે. અને હું બહુ મોટો ઓર્ડર મૂકવા માગું છું” કસ્તૂરભાઈએ કહ્યું.
તમારી ઓફર સ્વીકારાય એમ લાગતું નથી. છતાં હું પ્લાટ્સને કેબલ
કરું છું.”
કસ્તૂરભાઈ જાણતા હતા કે નાનો ઓર્ડર સ્વીકારવાનો નથી. મોટા ઑર્ડર માટે મોટી રકમ જોઈએ. તેની વેતરણ એમણે એવી યુક્તિથી કરી કે ઑર્ડર મોટો લાગે પણ એકસાથે મોટી રકમ કાઢવી ના પડે. તેમણે સર નેસને પોતાની યોજના સમજાવતાં કહ્યું:
“૩૩ ટકા વળતર આપવા માટે પ્લાટ્સ સંમત થાય તો હું એક લાખ ત્રાકશાળનો ઓર્ડર મૂકવા તૈયાર છું. તેમાંથી ૪૦,૦૦૦નો પાકો ઑર્ડર અને બાકીનો ઑર્ડર હું મારી મુનસફીએ બે વર્ષમાં પાકો કરું.”
આનો અર્થ એ થયો કે નાણાંની સગવડ ના થઈ શકે તો પોતે બાકીનો માલ ન પણ લે.
Scanned by CamScanner