________________
કસોટી અને પદાર્થપાઠ
૪૫
છેવટે ગાંધીજીએ મજૂરોને હડતાળ પાડવાની સલાહ આપી. “પોતાની માગણીનો સ્વીકાર ન થાય, અથવા તેની યોગ્યતા-અયોગ્યતાની તપાસ કરવા પંચ ન નિમાય ત્યાં લગી કામ ઉપર ન જવું”—એવી પ્રતિજ્ઞા તેમણે મજૂરો પાસે લેવરાવી. સાથે સાથે શાંતિ રાખવી, ભિસાન ન ખાવું અને જરૂર પડે તો બીજી મજૂરી કરીને પેટ ભરવું પણ ટેક ન છોડવી એમ તેમણે મજૂરોને શીખ આપી. દરરોજ સાંજે નદીકિનારે એક ઝાડ નીચે સેંકડો મજૂરો એકઠા થતા ને ગાંધીજી તેમને લીધેલી પ્રતિજ્ઞા તાજી કરાવતા. દરમ્યાનમાં તેમણે માલિકોને સમજાવવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. પણ “અમારે પણ ટેક હોય ના? અમારી ને અમારા મજૂરોની વચ્ચે બાપ-દીકરાનો સંબંધ હોય–તેની વચ્ચે કોઈ આવે તે અમે કેમ સહન કરીએ? તેની વચ્ચે પંચ કેવાં?”—એવા જવાબો મળતા.
હડતાળ એકવીસ દિવસ ચાલી. તેમાં પહેલાં બે અઠવાડિયાં મજૂરોએ સારો જુસ્સો બતાવ્યો. પણ પછી મોળા પડવા લાગ્યા. આર્થિક ભીસે ઘણાની હિંમત તોડી નાખી. માલિકો મક્કમ હતા. તેમની શરત અનુસાર મજૂરો કામ પર ચડવા લાગ્યા. ગાંધીજીને દુ:ખ થયું. તેમણે એક સવારે મજૂરોની સભામાં જાહેર કહ્યું કે, “મજૂરો તેમના પ્રશ્નનો નિકાલ ન થાય ત્યાં લગી હડતાળ નિભાવી ન શકે તો, અને ત્યાં લગી મારે ઉપવાસ કરવો છે.” મજૂરો હેબતાઈ ગયા. વલ્લભભાઈ, શંકરલાલ બેન્કર, અનસૂયાબહેન વગેરેને આઘાત લાગ્યો. શ્રીમતી એની બિસાન્ટ એ વખતે હિંદી રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રમુખ હતાં. તેમણે અંબાલાલ સારાભાઈને તારથી અપીલ કરી કે ગાંધીજીની મહામૂલી જિંદગી આટલા નાના હેતુ માટે હોમાય તે યોગ્ય નથી. અંબાલાલ, કસ્તૂરભાઈ અને તેમના કાકા જગાભાઈ ગાંધીજીને મળવા ગયા. એ વખતે તેઓ અનસૂયાબહેનના મિરજાપુર રોડ પરના નિવાસે હતા.
“આ લડતમાં અમારો વિજય થયો છે. તમે ઉપવાસ કરીને અમારા પર ખોટું દબાણ કરી રહ્યા છો.” માલિકોએ કહ્યું.
મારા ઉપવાસથી તમારે તમારો માર્ગ છોડવાની જરાય જરૂર નથી. મજૂરી અને માલિકના ઝઘડામાં બેમાંથી એકે પક્ષે ન્યાય તોળવા બેસવું નહીં પણ મતભેદના પ્રશ્નો તટસ્થ લવાદને સોંપવા જોઈએ અને તેનો નિર્ણય બંનેને બંધનકર્તા ગણાવો જોઈએ. આ સિદ્ધાંતમાં તમને શ્રદ્ધા ન હોય તો બૂલ થવામાં કાંઈ અર્થ
Scanned by CamScanner