________________
કસોટી અને પદાર્થપાઠ
૪૯
રાયપુર મિલ ધમધોકાર ચાલતી હતી અને તેમાંથી સારો નફો મળતો હતો. કસ્તુરભાઈએ એની સફળતા પરથી બીજી મિલ શરૂ કરવાનો વિચાર કર્યો. તેમાં ૨૦,૦૦૦ ત્રાકો અને ૫૦૦ શાળો નાખવાની યોજના ઘડી. તેને માટે રૂપિયા બાર લાખની મૂડી ઊભી કરવાનું નક્કી કર્યું. તેનું નામ અશોકમિલ્સ લિમિટેડ રાખ્યું. શેરબજારમાં તેમની આબરૂ એવી બંધાઈ હતી કે અશોકના શેરોની ઘણી મોટી માગ ઊભી થઈ. મુંબઈના એક ભોળાભાઈ દલાલે તો રૂપિયા ત્રણ લાખના શેરોની માગણી કરી. આથી રંગમાં આવી જઈને કસતૂરભાઈએ બાર લાખથી વધારીને શેરમૂડી ચોવીસ લાખની જાહેર કરી અને મિલની ઉત્પાદનશક્તિ પણ ૪૦,૦૦૦ ત્રાકો અને ૧,૦૦૦ શાળોની કરી. ૧૯૨૦માં હૂંડિયામણનો દર રૂપિયે બે શિલિંગ હતો તે ૧૯૨૩માં ઘટીને રૂપિયે એક શિલિંગ અને સાડા ત્રણ પેન્સ થયો. આને પરિણામે તેમણે જે યંત્રસામગ્રીનો અૉર્ડર મૂકેલો તેને માટે ૫૦ ટકા વધુ નાણાંની જોગવાઈ કરવાની આવી. ઑર્ડર મૂકતી વખતે હું ડિયામણની વ્યવસ્થા નહીં કરેલી અને નાણાં ચૂકવતી વખતે દરમાં મોટો ફેરફાર થયો. આ અણધાર્યા સંજોગોને લીધે તેમને ૨૦,૦૦૦ ત્રાકો અને ૫૦૦ શાળોનો ઑર્ડર રદ કરવો પડ્યો. મિલ ચાલતી કરવા માટે મહાપ્રયાસે નાણાં એકઠાં થઈ શક્યાં. આ પરિસ્થિતિને લીધે બજારમાં અશોક મિલના સો રૂપિયાના શેરના ચાળીસ બોલાવા લાગ્યા.૫૭ નાની થાપણ મૂકનારાઓનો વિશ્વાસ ડગવા લાગ્યો. દરેકને ચિંતા એમ થવા લાગી કે આપણી મૂડી ડૂબશે તો? “અશોકે શોકમાં નાખ્યા” એમ વેપારીઓ કહેવા લાગ્યા.
આ કસોટીને વખતે કસ્તૂરભાઈએ હિંમત અને ધીરજ રાખીને સ્વસ્થતાથી મિલ ચાલુ કરવા માટે ગોઠવણ કરી. નાના પાયા પર મિલ શરૂ થવાને કારણે અધ મૂડી શેરહોલ્ડરોને પાછી આપી દીધી. ૧૯૨૨માં મિલ ચાલુ થઈ અને ઉચ્ચ ગુણવત્તાવાળા કાપડનું ઉત્પાદન કરવા લાગી. તેને લીધે સારો નફો થવા લાગ્યો. ૧૯૨૩માં મિલનો એકંદર નફો એક લાખ એકત્રીસ હજાર રૂપિયાનો હતો. પછી થોડાં વર્ષોમાં જ મિલની આર્થિક સ્થિતિ સધ્ધર થઈ ગઈ. બાર લાખ રૂપિયાની મૂડીથી શરૂ થયેલી આ મિલની મૂડી ૧૯૭૮માં ૪.૬૯ કરોડ જેટલી અને કુલ નફો ૧.૭૧ કરોડ જેટલો થયો છે.
અશોક મિલની સ્થાપના પ્રસંગે થયેલી કસોટીએ કસ્તૂરભાઈને ઘણું
Scanned by CamScanner