________________
કસોટી અને પદાર્થપાઠ
તેમને મિલમાલિક મંડળની કારોબારી સમિતિમાં લીધા. આ નિમિત્તે ગાંધીજી તેમ જ સરદારના સંપર્કમાં પણ આવવાનું બન્યું.
એજ વર્ષમાં અનાવૃષ્ટિને કારણે ગુજરાતમાં દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ. શેઠ અંબાલાલ સારાભાઈએ દુષ્કાળરાહતકાર્ય માટે અમદાવાદમાં એક સંગઠન સમિતિરૂપે ઊભું કર્યું. નગરશેઠ કસ્તૂરભાઈ મણિભાઈને તેના પ્રમુખ તરીકે તે સરદાર વલ્લભભાઈ પટેલ, દાદાસાહેબ માવળંકર, ઇન્દુલાલ યાજ્ઞિક, કૃષ્ણલાલ દેસાઈ અને કસ્તૂરભાઈ લાલભાઈને સમિતિના મંત્રીઓ તરીકે નીમ્યા હતા. ૧ર આ સમિતિ રાહત માટે ફાળો ઉઘરાવવા નીકળતી. શરૂઆતમાં અંબાલાલ શેઠે ફાળો ઉઘરાવવા ઘેર ઘેર ફરવાની આનાકારી કરેલી. પરંતુ પછી કસ્તૂરભાઈના આગ્રહને વશ થઈને તેઓ તેમની સાથે ફાળો ઉઘરાવવા નીકળ્યા હતા. સૌના સંયુક્ત પ્રયત્નથી રૂ. ૨,૭૫,૦૦૦ની મોટી રકમ એકત્ર થઈ હતી.૧૩ તેનાથી દુષ્કાળપીડિત પ્રજાને ઠીક ઠીક રાહત પહોંચાડી શકાઈ હતી. કસ્તૂરભાઈના પ્રયત્નથી પંજાબમાંથી ઘઉં અને વલસાડ જિલ્લામાંથી ઘાસનો મોટો જથ્થો મેળવીને વહેંચવામાં આવ્યો હતો. આ વખતે વલ્લભભાઈ ભદ્રમાં રહેતા. કસ્તૂરભાઈ તેમને રોજેરોજ કરેલા કામનો હિસાબ આપવા જતા. સરદાર સાથેનો ગાઢ મૈત્રીસંબંધ આ નિમિત્તે બંધાયો તે જિંદગીભર ટકયો હતો. એ જ રીતે દાદાસાહેબ માવળંકરના નિકટ સંપર્કમાં પણ આ રાહતકાર્યને પ્રસંગે આવવાનું થયું અને તેમની સાથે પણ કાયમનો ઘરોબો સ્થપાઈ ગયો.
૪૭
જાહેર જીવનનો તેમનો આ પ્રથમ અનુભવ હતો. તેમાં સફળતા મળે તે માટે સમય અને શક્તિ ખર્ચવામાં તેમણે બાકી રાખી નહીં. જાહેર સેવાના કાર્યમાં ખંત, નિષ્ઠા, પ્રામાણિકતા, દીર્ઘદૃષ્ટિ અને નિ:સ્વાર્થ ભાવે કામ કરી છૂટવાની તમન્ના આ પ્રસંગથી તેમનામાં બંધાઈ. આ કાર્ય મારા જીવનઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે” એમ કસ્તૂરભાઈએ નોંધ્યું છે.૧૪
ઉદ્યોગમાં સ્થિર થયા પછી તેમની ઇચ્છા યુરોપનો પ્રવાસ કરીને ત્યાંનાં કારખાનાં જોવાની અને વિવિધ દેશોના લોકોની રહેણીકરણીની પ્રત્યક્ષ જાણકારી મેળવવાની હતી. નાના ભાઈ નરોત્તમભાઈની સાથે તેમણે ૧૯૨૦માં યુરોપની પ્રથમ મુસાફરી કરી. પી. ઍન્ડ ઓ.ની ‘નરકુંડા’ આગબોટમાં મે મહિનામાં નીકળ્યા. માર્સેલ્સ થઈને લંડન પહોંચ્યા. તેમની પહેલાં શેઠ અંબાલાલ સારાભાઈ
Scanned by CamScanner