________________
૪૬
પરંપરા અને પ્રગતિ
નથી.”૮ ગાંધીજીએ જવાબ આપ્યો.
- ત્રણ ઉપવાસ થઈ ગયા હતા. માલિકો હવે તે વધુ લંબાય તેમ ઇચ્છતા નહોતા એટલે તેમણે ગાંધીજીની દરખાસ્ત સ્વીકારી. આનંદશંકર ધ્રુવને લવાદ તરીકે નીમવામાં આવ્યા. તેમનો ફેંસલો આવે ત્યાં સુધી મિલમાલિકોએ પહેલે દિવસે મજૂરોને ૧૯૧૭ના આરંભમાં જે પગાર હતો તેના પાંત્રીસ ટકા વધુ આપવો; બીજે દિવસે, મિલમાલિકોએ સૂચવ્યું હતું તેમ, વીસ ટકા વધુ આપવો અને ત્રીજા દિવસથી સાડી સત્તાવીસ ટકા વધુ આપવો એમ બંને પક્ષે સમજૂતી થઈ.
તા. ૧૦-૮-૧૮ના રોજ પંચનો ચુકાદો આવ્યો. ત્યાં સુધીમાં ઘણીખરી મિલોમાં ૩૫ ટકાનો વધારો અપાઈ ચૂક્યો હતો અને કેટલીકમાં તો તે ૫૦ ટકા સુધી પણ પહોંચ્યો હતો. એટલે પચે તકરારને લગતા બાકીના વખતને માટે ૩૫ ટકા વધારો આપવાનો આદેશ આપ્યો હતો.
આમ અમદાવાદના મજૂરોની ઐતિહાસિક ગણાય તેવી હડતાળનો અંત આવ્યો. ગાંધીજીએ પોતાના આ ઉપવાસ “દોષમય’ હતા એમ બૂલ કર્યું છે.' મિલમાલિકોને પણ એ પ્રસંગ ઉપવાસ દ્વારા ખોટું દબાણ લાવનારો લાગ્યો હતો. પરંતુ આજે તેમને સમજાય છે કે મજૂર અને માલિક વચ્ચેના સંઘર્ષના અનેક પ્રસંગો તેમણે સ્વીકારેલ લવાદના સિદ્ધાંતને કારણે ટાળી શકાયા છે.
આ પ્રસંગનો સાર તારવતાં કસ્તૂરભાઈ કહે છે: “હડતાળ અને લવાદમાંથી અમે જે એક પદાર્થપાઠ શીખ્યા તે એ કે મિલ બંધ કરવી તે નુકસાનકારક જ છે. મહાત્માજી સાથે સમાધાન કરતી વખતે ઔદ્યોગિક શાંતિના ફળની અમને પૂરી કલ્પના નહોતી. ઈ.સ. ૧૯૨૪ અને ૧૯૨૭ વચ્ચે મુંબઈનો કાપડ-ઉદ્યોગ ઘણા જ કપરા સમયમાંથી પસાર થયો અને કાપડનું ઉત્પાદન-ખર્ચ ઘટાડવા વેતનમાં ઘટાડો કરવાનો પ્રયત્ન કર્યો તેનાથી હડતાળો પડી અને તે સળંગ છ માસ સુધી ચાલી. મારી માન્યતા પ્રમાણે મુંબઈના કાપડ ઉદ્યોગે આ બધાં વર્ષો દરમ્યાન અમે અમદાવાદમાં કર્યું તે પ્રમાણે એખલાસતાથી મતભેદોની પતાવટ નહીં કરીને ઘણી ભારે કિંમત ચૂકવી છે.”૧૧
હડતાળના દિવસોમાં કસ્તૂરભાઈએ મિલમાલિકોના પ્રતિનિધિ તરીકે મંત્રણાઓ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેમની બુદ્ધિપ્રવણતા અને ધીરવૃત્તિએ બંને પક્ષ પર ઊંડી છાપ પાડી હતી. અંબાલાલ સારાભાઈએ
Scanned by CamScanner