________________
૪. પરંપરા અને પ્રગતિ
ગયેલા. તેમણે એમને માટે મકાન ભાડે લઈ રાખેલું. બંને ભાઈઓ યુરોપ આખું ફર્યા. આઠ માસ પરદેશમાં ગાળ્યા અને નવો જ અનુભવ મેળવ્યો. અનેક નવીન વસ્તુઓ જોઈને ખરીદવાનું મન થાય. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરુ થયાને દોઢેક વરસ જ થયેલું એટલે જર્મની ગયા ત્યારે ત્યાંના લોકોના જીવન પર યુદ્ધની તાજી અસર દેખાતી હતી, માખણનું નામનિશાન ન મળે ને બ્રેડ પણ કાળી મળતી. આ સંજોગોમાં ફ્રેન્ચ અને જર્મન હૂંડિયામણના દર ઘટી ગયા હતા. એટલે પ્રવાસખર્ચ અને ખરીદીમાં મોટી રકમ ખર્ચી હોવા છતાં આગળ જતાં લાભ થશે એ ગણતરીથી પચાસ હજાર રૂપિયા એ ચલણોમાં તેમણે રોકથા. વખત જતાં જર્મન ચલણમાં કરેલું રોકાણ ડૂબી ગયું અને ફ્રેન્ચ ચલણમાં રોકેલી મૂડી પાછી મળી!!' આમ પરદેશી ચલણની વધઘટનો ખ્યાલ આર્થિક ખોટ ખાઈને આ ઊગતા ઉદ્યોગવીરને મળ્યો તે પણ એક નાનકડો પદાર્થપાઠ હતો.
૧૯૨૧માં સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા. તેમણે કસ્તૂરભાઈને મ્યુનિસિપલ પ્રાથમિક શાળા માટે દાન આપવા કહ્યું. કસ્તૂરભાઈ અને તેમના ભાઈઓએ રૂપિયા પચાસ હજાર આપ્યા.૧૬ લાલભાઈ પરિવાર તરફથી અમદાવાદમાં દાનનો જે અવિરત પ્રવાહ વિવિધ ક્ષેત્રોમાં આજપર્યંત વહેતો રહ્યો છે, તેના શ્રીગણેશ અહીંથી મંડાયા એમ કહી શકાય.
એ જ વર્ષના ડિસેમ્બરમાં અમદાવાદમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું અધિવેશન ભરાયું હતું. પંડિત મોતીલાલ નેહરુ એ વખતે કસ્તૂરભાઈના મહેમાન બન્યા હતા. નેહરુ કુટુંબ સાથેનો આ પરિચય વખત જતાં ગાઢ સંબંધરૂપે પરિણમ્યો. જુવાન કસ્તૂરભાઈએ કૉંગ્રેસના અધિવેશનમાં ઉત્સાહપૂર્વક હાજરી આપીને રાષ્ટ્રીય નેતાઓનાં વ્યાખ્યાનો સાંભળ્યાં, એટલું જ નહિ, તેની વ્યવસ્થા આદિમાં સક્રિય કામગીરી પણ બજાવી. રાષ્ટ્રીય નેતાઓ સાથેના સંબંધની સાથે તેમની રાષ્ટ્રભક્તિ પણ દૃઢ થતી જતી હતી.
ઉદ્યોગપતિ તરીકે કસ્તૂરભાઈની એક ખાસિયત સાહસિકતા છે. અલબત્ત, અનુભવ વધતાં નવાં સાહસો પાછળની તેમની ગણતરી ચોકસાઈભરી હોવાથી નિષ્ફળ જવાનું બન્યું નથી. પરંતુ શરૂઆતનાં વર્ષોમાં એટલો અનુભવ નહીં તેથી નવાં આર્થિક સાહસને કારણે મુશ્કેલીમાં મુકાવાનું પણ બન્યું હતું. અશોક મિલની સ્થાપના વખતની ગણતરી એવી પક્વતાનું દૃષ્ટાંત છે.
Scanned by CamScanner