________________
૫.
પરંપરા અને પ્રગતિ
શીખવાડ્યું. પ્રત્યેક સાહસની પાછળ બધી બાજુનો પૂરો ખ્યાલ કરીને ચોક્કસ આર્થિક ગણતરી પછી આગળ પગલું ભરવું એવો પદાર્થપાઠ તેમને આ અનુભવથી મળ્યો. તેમણે પોતે પણ કહ્યું છે કે, “મારી કારકિર્દીની શરૂઆતમાં જ મને આ કઠોર પદાર્થપાઠ મળ્યો તે એક રીતે ઘણું જ સારું થયું. અશોક મિલ જે ઘણા જ કટોકટીના સમયમાંથી પસાર થઈ તે ન બન્યું હોત તો કદાચ હું ઘણો જ બેદરકાર રહ્યો હોત.”૧૮
અશોક મિલની અગ્નિપરીક્ષામાંથી અણિશુદ્ધ પાર ઊતર્યા તેને બીજે જે વર્ષે સરસપુર મિલની સમસ્યા ઊભી થઈ હતી. એ મિલનો વહીવટ કસ્તૂરભાઈના કાકાઓ સંભાળતા હતા. તેમણે સટ્ટામાં એવી ખુવારી વહોરી હતી કે મિલને ફડચામાં લઈ જવી પડે તેવી સ્થિતિ આવી. કુટુંબની પ્રતિષ્ઠાને ધોખો પહોંચે તેવી કટોકટી ઊભી થઈ. એ વખતે કુનેહ અને કરકસરભર્યા વહીવટ માટે ઉત્પાદન ક્ષેત્રે કસ્તૂરભાઈની પ્રશંસા થતી. એટલે છેવટે ફડચામાં જતી કાકાની મિલનો વહીવટ અખતરા ખાતર ભત્રીજાને સોંપવાનું લિકિવડેટરે નક્કી કર્યું. કસ્તૂરભાઈની શક્તિ માટે આ મોટા પડકારરૂપ પ્રસંગ હતો. તેમણે મિલનું સુકાન હાથમાં લઈને એવી વ્યવસ્થા ગોઠવી કે બે વર્ષમાં જ ડૂબતી મિલ તરતી થઈ ગઈ! થાપણ મૂકનારાને વ્યાજ મળવા લાગ્યું અને શેરહોલ્ડરોને ડિવિડન્ડ મળે તેવી ગોઠવણ પણ થઈ. આ કસોટીમાંથી પસાર થયા પછી સમગ્ર ઉદ્યોગમાં અને બજારમાં તેમની આંટ એટલી વધી ગઈ કે કસ્તૂરભાઈનો વહીવટ હોય ત્યાં કદી નુક્સાન જાય નહીં એવો વિશ્વાસ ઊભો થયો.૧૦
ટીપ ૧. સપ, પૃ. ૫૩૯. ૨. એધયુમાં આ પ્લેગ બોનસ ૭૦થી ૮૦ ટકા જેટલું વધ્યું હતું એમ કહ્યું છે. જુઓ એધયુ, પૃ. ૫. ૩. સપ્ર, પૃ. ૫૮૦. ૪. સપ્ર, પૃ.૫૮૧. ૫. સપ્ર, પૃ. ૫૮૧. ૬. સપ્ર, પૃ.૫૮૫. ૭. KD, p. 2; &ોકલા, પૃ. ૧૮. ૮. KD p. 2; સપ્ર, પૃ. ૧૮૭. ૯. એધયુ, પૃ. ૧૩૬-૧૩૭. ૧૦. સપ, પૃ. ૫૮૬. ૧૧. સંચય, પૃ. ૧૪. ૧૨. એકલા, પૃ. ૧૭. ૧૩. સંચય, પૃ. ૧૪. ૧૪. એકલા, પૃ. ૧૭; KD, p. ૩. ૧૫. શ્રેકલા, પૃ. ૨; KD, pp. 1011. ૧૬. KD, p. 5. ૧૭. કોકલા, પૃ. ૧૯; KD, p. 5. ૧૮. સંચય, પૃ. ૧૪. ૧૯. એકલા, પૃ. ૨૨. "
Scanned by CamScanner