________________
પર
પરંપરા અને પ્રગતિ
અંબાલાલ સારાભાઈ, અનસૂયાબહેન અને કસ્તૂરભાઈની હાજરી તો હોય જ. ગાંધીજીને છ વર્ષની અને શંકરલાલ બૅન્કરને એક વર્ષની આસાનકેદની સજા કરીને જજ વિદાય થયા. પછી તો કોર્ટના ખંડમાં મોટો મેળો થઈ ગયો. અદાલતના અમલદારો અને સરકારી વકીલ સુધ્ધાં સૌકોઈ ગાંધીજીને પગે લાગ્યા. ગાંધીજી ખૂબ કામ કરવાનું, સંપથી રહેવાનું, રેંટિયો ચલાવવાનું અને ખાદી પહેરવાનું બધાને કહેતા હતા. કસ્તૂરભાઈ અને વલ્લભભાઈએ વંદન કર્યાં. ગાંધીજીએ કસ્તૂરભાઈને કહ્યું, “વલ્લભભાઈની પડખે રહેજો.” અઠ્ઠાવીસ વર્ષના જુવાન કસ્તૂરભાઈને આ વખતે સરદાર વલ્લભભાઈ અને દાદાસાહેબ માવળંકર સાથે દૃઢ સ્નેહસંબંધ બંધાઈ ગયો હતો.
૧૯૨૨ની આખરમાં એક દિવસ વલ્લભભાઈ અશોક મિલમાં આવી ચડે છે. કસ્તૂરભાઈ કારખાનામાં ગયા હોય છે ત્યાંથી બોલાવીને તેમને કહે છે, “તમારે વડી ધારાસભા માટે મિલમાલિક મંડળના પ્રતિનિધિ તરીકે ચૂંટણીમાં ઊભા રહેવાનું છે.”
કસ્તૂરભાઈને આશ્ચર્ય થાય છે. “હજુ મને એવો કોઈ અનુભવ નથી. ત્યાં ધારાસભામાં જઈને શું કરવાનું?” તે જવાબ આપે છે.
66
‘અનુભવ લઈએ ત્યારે આવે ને ? જશો એટલે કરવાનું સૂઝશે.’” વલ્લભભાઈ તેમની લાક્ષણિક ઢબે સમજાવે છે.
દિલ્હીની વડી ધારાસભા માટે મુંબઈ અને અમદાવાદના મિલમાલિક મંડળોની વચ્ચે એક બેઠક ફાળવવામાં આવી હતી. ત્રણ વર્ષની મુદત માટે એક વાર મુંબઈનો પ્રતિનિધિ જાય તો બીજી વાર અમદાવાદનો એવી ગોઠવણ હતી. ૧૯૨૩થી ૧૯૨૬ની મુદત માટે અમદાવાદ મિલમાલિક મંડળનો વારો હતો.
તેને માટે સર્વાનુમતે પ્રતિનિધિ પસંદ થઈ શકે તેમ નહોતું. વયોવૃદ્ધ શેઠ મંગળદાસ ગિરધરદાસની સામે અઠ્ઠાવીસ વર્ષના માણેકલાલ મનસુખભાઈ ઉમેદવારી નોંધાવવા માગતા હતા. મંગળદાસ શેઠનું મિલમાલિકોમાં સારું વર્ચસ્ હતું, પરંતુ તેઓ જુવાન માણસની સામે હારવાનું જોખમ લેવા માગતા ન હતા. એટલે જો કસ્તૂરભાઈ ઊભા રહે તો પોતે તેમને પૂરેપૂરી મદદ કરવા તૈયાર હતા.
વલ્લભભાઈએ કસ્તૂરભાઈને આ પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો. કસ્તૂરભાઈએ કહ્યું: “બાને પૂછી જોઉં.” બન્ને મિત્રો ઘેર ગયા. મોહિનાબાને પૂછ્યું.
Scanned by CamScanner