________________
પરંપરા અને પ્રગતિ
તાબડતોબ સાબરમતી ફેરવ્યો ને તંબૂમાં રહેવા માંડ્યું.
અમદાવાદ શહેરના ઘણા શ્રીમંત અને મધ્યમ વર્ગના લોકો શહેર બહાર તંબૂ તાણીને કે અન્યથા જરૂરી સગવડ ઊભી કરીને રહેવા લાગ્યા. પણ ગરીબ વર્ગ કયાં જાય ? ગામડેથી મજૂરી કરવા આવેલ લોકો આ રોગના ત્રાસથી વતનમાં ભાગી જવા લાગ્યા.
આ પરિસ્થિતિમાં મિલોમાં મજૂરની તંગી ઊભી થઈ. કાપડનું બજાર ગરમાગરમ હતું એટલે માલિકોને મિલ બંધ રહે તે પાલવે તેમ નહોતું. આથી વધુ પગાર આપીને એક મિલમાંથી બીજી મિલમાં મજૂરોને ખેંચવાનો પેંતરો ચાલ્યો. પરિણામે મજૂરોનું વેતન વધતું ગયું. ૧૯૧૭ની આખરે મજૂરોનું વેતન વર્ષની શરૂઆતમાં હતું તેના કરતાં નેવુંÖ ટકા વધી ગયું.
૧૯૧૮ના આરંભમાં માલનો ઉપાડ ઓછો થઈ ગયો. કાપડબજાર ઢીલું થયું. મિલોને લાગ્યું કે મજૂરોના પગારનું ધોરણ નીચું લઈ જવામાં નહિ આવે તો બિલકુલ નફો રહેશે નહિ. એટલે મજૂરોના વેતનમાં કાપ મૂકવાનું નક્કી થયું. અંબાલાલ સારાભાઈએ મિલમાલિકોનું સંગઠન કરીને આગેવાની લીધી. કસ્તૂરભાઈનું મકાન પાનકોર નાકે શહેરની મધ્યમાં હોવાથી મિલમાલિકોની સભા ત્યાં ભરાતી.બધાએ સર્વાનુમતે નક્કી કર્યું કે મજૂરોના પગારમાં વીસ ટકાથી વધુ વધારો આપવો નહિ. મજૂરોએ આ કાપ સ્વીકાર્યો નહીં. અંબાલાલ સારાભાઈનાં બહેન અનસૂયાબહેને મજૂરોની આગેવાની લીધી અને માલિકો આગળ મજૂરોના કેસની રજૂઆત કરી. મજૂરોના પગારના દર મૂળે ઘણા ઓછા હતા એટલે તેમાં થયેલ વધારામાં આટલો મોટો કાપ મૂકવો તે અન્યાય્ય છે એમ તેમણે કહ્યું. પરંતુ માલિકો એકના બે ન થયા.
એ વખતે ગાંધીજી ચંપારણ્યમાં હતા. અનસૂયાબહેને તેમને પત્ર દ્વારા મજૂરોની હકીકત લખી. ગાંધીજી અમદાવાદ આવ્યા. તેમને મજૂરોનો કેસ મજબૂત લાગ્યો. માલિકો સાથે તેમને મીઠો સંબંધ હતો એટલે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેમણે તેમને પાંત્રીસ ટકા વધારો આપવા કહ્યું, અને તે સ્વીકાર્ય ન હોય તો મજૂરોની માગણી વિશે પંચ નીમવા તેમને વીનવ્યા. પણ માલિકોએ પોતાની અને મજૂરોની વચ્ચે ત્રીજા પક્ષની દરમ્યાનગીરી ન જોઈએ એમ ચોખ્ખું સંભળાવી દીધું.
૪
Scanned by CamScanner