________________
કસોટી અને પદાર્થપાઠ
કસ્તૂરભાઈ કાપડ-ઉદ્યોગમાં સ્થિર થતા જતા હતા તે અરસામાં જ ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પાછા ફર્યા હતા. ૧૯૧૫ના મેની ૨૫મીએ તેમણે અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો. પહેલાં કોચરબમાં બૅરિસ્ટર
જીવણલાલ દીવાનના ભાડે લીધેલા મકાનમાં આશ્રમ ચાલ્યો. બે વર્ષ બાદ સાબરમતીના તીરે જેલની પડોશમાં જમીન ખરીદીને ત્યાં કાયમી નિવાસનો પ્રબંધ કર્યો હતો.
ગુરુ ગોખલેની સલાહ અનુસાર ગાંધીજીએ એક વર્ષ દેશનો પ્રવાસ કરીને પ્રજાજીવનની વાસ્તવિક સ્થિતિનો પ્રત્યક્ષ ખ્યાલ મેળવ્યો હતો. પ્રજાની ગુલામી અને ગરીબીએ તેમના હૃદયના મર્મ વીંધી નાખ્યા હતા. પોતે જે પ્રયોગ દક્ષિણ આફ્રિકામાં કર્યો હતો તે સત્યાગ્રહના પ્રયોગ માટે સ્વદેશમાં પ્રજાના તમામ
સ્તરે જાગૃતિ લાવીને અનુકૂળ ભૂમિકા તૈયાર કરવા માટે તેમણે મન, વચન અને કર્મથી પુરુષાર્થ આરંભી દીધો હતો.
૧૯૧૫થી ૧૯૧૭ના ગાળામાં અમદાવાદમાં પચાસેક મિલો ચાલતી હતી અને ચાળીસ હજાર જેટલા મજૂરો તેમાં કામ કરતા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું. તેનો લાભ મિલોને સારી પેઠે મળતો હતો. તેમનો માલ ધમધોકાર વેચાતો હતો. એટલામાં મરકીનો ઉપદ્રવ શરૂ થયો. માણસો ઉદરની જેમ ટપોટપ મરવા લાગ્યા. ‘મરકીને કોચરબ છોડવાની નોટિસરૂપે ગણીને ગાંધીજીએ આશ્રમ
Scanned by CamScanner