________________
ઘડતર
૩૧
સૌ ડાહ્યાડમરાં થઈ જાય. કોઈ વાર નાટક જોવાનું મન થાય. તેને માટે પિતાની રજા મળવી મુશ્કેલ. પણ મોહિનાબા બાળકોને છાનામાનાં જવા દે અને પથારીમાં
ઓશીકાં ગોઠવીને બાળકો સૂતાં છે તેવું દેખાડે! સદ્ભાગ્યે આ યુક્તિ એક વાર પકડાયેલી નહીં.
એક વાર કસ્તૂરભાઈએ નવા જોડા ખરીદ્યા. ઘરમાં આવીને તેમણે જોડા બતાવ્યા કે તરત નરુભાઈએ રોવાનું શરૂ કર્યું. કસ્તૂરભાઈએ નાના ભાઈને સમજાવવા માંડ્યું કે તે જોડી પોતાના માપની છે, નરુભાઈના માપની નથી. પરંતુ નરુભાઈ માને નહીં. તેમની ખાસિયત એવી કે એક વાર રોવાનું શરૂ કરે પછી ક્લાકો સુધી બંધ રહે નહીં. જોડાનો કજિયો કર્યો તેનું સાંજ સુધી રુદન ચાલેલું.
નાનપણમાં કસ્તૂરભાઈને દમનો વ્યાધિ હતો. બાર વર્ષની ઉમર થઈ ત્યાં સુધી તેની તકલીફ રહેલી. કોઈ કોઈ વાર આખી રાત ઉધરસ ખાતાં જાગતા રહેવું પડતું. પણ બાર વર્ષ પછી રોગ આપમેળે અદૃશ્ય થઈ ગયો. તે પછી કદી કોઈ મોટો વ્યાધિ તેમને નડ્યો નથી.
ત્રણ દરવાજા પાસેની મ્યુનિસિપલ શાળા નં. ૮માં તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું હતું. પાંચમા ધોરણ સુધી ત્યાં રહ્યા તે દરમ્યાન ચુનીભાઈ નામના શિક્ષક ઘેર ભણાવવા આવતા. તોફાની શિષ્ય એક વાર ગુરુની પાઘડી બારીની બહાર ફેંકી દીધેલી! તેમની શિક્ષણ પદ્ધતિનાં કસ્તૂરભાઈ આજે પણ વખાણ કરે છે.' માતાપિતાની દેખરેખ અને શિક્ષકની કાળજીને લીધે પહેલાં પાંચ ધોરણમાં તે મહેનત કરીને પહેલો બીજો નંબર રાખતા. પણ ખાડિયાની મિડલ સ્કૂલમાં ગયા પછી રમતમાં જીવ રહેતો એટલે નંબર ઊતરતો ગયો. પછી તો રમવાનો એવો ચસકો લાગેલો કે સાંજે વાળ માટે નોકર બોલાવવા આવે તો તેને ના કહે. એટલું જ નહીં, કાંકરા ઉડાડીને પાછો ભગાડી મૂકે. આર. સી. હાઈસ્કૂલમાં ગયા પછી તેમને અભ્યાસની શિથિલતા સાલી. પિતા ટકોર કરે તે પહેલાં પોતે પોતાની જાતને ચેતવી દીધી. મેટ્રિકયુલેશન પરીક્ષા માટેની તૈયારી, બે શિક્ષકોના માર્ગદર્શન નીચે, પુષ્કળ મહેનત લઈને કરી. તેને લીધે પહેલા જ પ્રયત્ને તે પરીક્ષામાં બીજા વર્ગમાં ઊંચે નંબરે પાસ થયા (૧૯૧૧).૬
આર. સી. હાઈસ્કૂલમાં ભણતા તે વખતે કોન્ટેક્ટર કરીને હેડમાસ્તર
Scanned by CamScanner