________________
૩૮
પરંપરા અને પ્રગતિ
પિતાના અવસાન પછી કાકા રાયપુર મિલના વહીવટ પર દેખરેખ રાખવા આવતા. તેમણે કસ્તુરભાઈને ટાઈમકીપરનું કામ સોંપેલું. થોડો વખત એ કામ ર્યા પછી તેમને એનો કંટાળો આવ્યો. માતાને તેની ફરિયાદ પણ કરી. બુદ્ધિ કસવાની ના આવે તેવા યાંત્રિક કામમાં તેમના જેવા શક્તિશાળી જુવાનને શી રીતે રસ પડે? પછી સ્ટોર્સનું કામ સોંપાયું. સ્ટોર્સની ખરીદીમાં ચીવટ અને દીર્ધદૃષ્ટિથી વિચાર કરવાનું વલણ આરંભથી જ તેમનામાં હતું. પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું તે અરસામાં તેમણે મિલની અમુક યંત્રસામગ્રી (Healds and Recds) ભવિષ્યમાં કદાચ મળવી મુશ્કેલ બનશે એવી ગણતરીથી મોટા જથ્થામાં ખરીદી. જે એક-બે મહિના ચાલે તેટલી લેવાતી તે તેમણે દસ-બાર મહિના ચાલે તેટલી ખરીદી. જોકે તેમના આ પગલાથી કશું નુકસાન થયું નહોતું તેમ છતાં વ્યવસાયમાં નવા નિશાળિયા કસ્તૂરભાઈને તેમની આ પ્રગભૂતા બદલ કાકાઓનો ઠપકો ખાવો પડ્યો હતો.'
કાપડની ગુણવત્તાનો આધાર કાચા માલની જાત પર રહેતો. એટલે મિલમાં ખરીદ થતા રૂની જાત બરાબર તપાસીને લેવામાં ન આવે તો નુકસાન જાય. રૂના વેપારી જે નમૂનો બતાવે તે મુજબનો માલ આવ્યો છે કે નહીં તેની પરખ મિલમાં આવતી ગાંસડીઓ પરથી થતી. કસ્તૂરભાઈને માથે રૂની પરખની જવાબદારી આવી. સામાન્ય રીતે પરખનું કામ મિલમાં જ થતું, પણ તેમણે રૂની જાતને બરાબર જોઈ-તપાસીને ઓળખવા માટે ગામેગામ ફરવાનું રાખ્યું. ગુજરાતના જુદા જુદા જિલ્લાઓનાં ગામડાંમાં જઈને તે રૂની પરખ કરવા લાગ્યા. આથી ઘણાને આશ્ચર્ય થતું. શેઠિયાના છોકરા આમ ગામડાંમાં ફરે અને રૂની જાત તપાસી સોદા કરે એ વસ્તુ રૂના વેપારીઓ માટે નવી હતી તેમ મિલમાલિકો માટે પણ નવી હતી. જુવાન કસ્તૂરભાઈને ગામડાંમાં ફરવાની નાનમ નહોતી. સ્થળ પર જ રૂની જાત તપાસવાનો કમ રાખ્યો તેથી તે પરખની કુશળતા જોતજોતામાં એવી સિદ્ધ થઈ શકી કે આજે ગુજરાતમાં બલકે ભારતમાં એ બાબતમાં તેમની બરોબરી કરે તેવું ભાગ્યે જ કોઈ મળશે. જુદા જુદા જિલ્લાઓના પાક વચ્ચેનો તફાવત એ નમૂનો જોતાં જ કહી
આ અનુભવે તેમને કાપડ-ઉદ્યોગની જાણકારી મૂળમાંથી કરાવી. બે જ વર્ષમાં પોતે સ્વતંત્ર રીતે મિલનો વહીવટ સંભાળી શકશે એવી આત્મશ્રદ્ધા
Scanned by CamScanner