________________
શાન્તાનુકૂલ પવનો ૩૮
ની બીજા શેઠિયાઓની માફક કહેવાતા નિષ્ણાતોની મદદ ઉપર આધાર Aખવાને બદલે તેમણે વહીવટની નાનીમોટી બાબતો જાતે સમજીને શીખવાનો * રાખ્યો. ગમે તેવી અટપટી વસ્તુને ઝડપથી ગ્રહણ કરીને નફાનુકસાનનો
સાબ વાસ્તવિક ધોરણે કાઢીને તત્કાળ નિર્ણય લેવાનું વલણ રાખ્યું. આથી મોટી યોજનાઓને સમજી-તપાસી વ્યવહારુ દૃષ્ટિએ કિંમત કાઢતાં તેમને વાર લાગતી નહીં.
લાલભાઈ શેઠે રાયપુર મિલમાં શાળખાતું નાખવાનું નક્કી કરેલું. કસ્તૂરભાઈએ કામ કરવાનું શરૂ કર્યું ત્યારે શાળખાતાનું મકાન બંધાતું હતું. વિખ્યાત દાનવીર શેઠ હઠીસિંગ કેસરીસિંગના પત્ર પુરુષોત્તમ હઠીસિંગ કસ્તૂરભાઈના મોટા બનેવી થાય. મિલના વહીવટમાં તેમનું માર્ગદર્શન મળતું. તેમની સૂચનાથી એક ઘણા જ કાબેલ વીવીંગ માસ્તરને શાળખાતાની જવાબદારી સોંપવામાં આવી. પ્રથમ તબક્કે ૩૩૬ શાળ નાખવામાં આવી હતી. કસ્તુરભાઈએ મિલમાંથી ઊંચી ગુણવત્તાવાળું કાપડ ઉત્પન્ન કરવાની ધારણા રાખેલી તે મુજબ પહેલા જ વર્ષથી ઊંચી જાતના કાપડનું ઉત્પાદન થયું.
બરાબર આ જ અરસામાં (૧૯૧૪ના અંતભાગમાં) પ્રથમ વિશ્વયુદ્ધ કાટી નીકળ્યું. તેને લીધે પરદેશથી આયાત થતા કાપડનો મોટો જથ્થો લડાઈ માટે જ વપરાઈ જવા લાગ્યો. લડાઈ પહેલાં લેંકેશાયરથી ભારતમાં ત્રણસો કરોડ વાર કાપડ આયાત થતું તે ઘટીને લડાઈનાં વર્ષોમાં એક્સો ત્રીસ કરોડ વાર થઈ ગયું. એટલે સ્વાભાવિક રીતે જ ભારતમાં મિલના કાપડની માંગ વધી. જેટલું કાપડ ઉત્પન્ન થતું તે તમામ ખપી જવા લાગ્યું. મિલમાલિકોને કાપડના મોંમાગ્યા દામ મળ્યા. ખોટ કરતી મિલ જોતજોતામાં સારો એવો નફો કરતી થઈ.
પ્રથમ પ્રયત્ને મળેલી આ પ્રકારની સફળતાએ કસ્તૂરભાઈને ધંધા પર વિશેષ પકડ જમાવવા પ્રોત્સાહિત કર્યા. આ વખતથી જ તેમણે દીર્ધદૃષ્ટિ રાખીને કેટલાક નીતિવિષયક સિદ્ધાંતો અપનાવ્યા હતા:
(૧) માલની ગુણવત્તા ગમે તે ભોગે ટકાવી રાખવી.
(૨) ટૂંકી દૃષ્ટિએ થતો તત્કાળ લાભ જોવો નહીં, પણ લાંબા ગાળાના લાભનો વિચાર કરીને આયોજન કરવું.
(૩) રૂકે તેના જેવા કાચા માલની હલકી જાત વાપરવી નહીં.
Scanned by CamScanner