________________
શાન્તાનુકૂલ પવનો
કસ્તુરભાઈ ગુજરાત કોલેજમાં દાખલ થયા તે વખતે રોબર્ટસન પ્રિન્સિપાલ હતા અને આનંદશંકર ધ્રુવ, એમ. એસ. કોમીસરિયટ, સાંકળચંદ શાહ અને વીરમિત્ર દિવેટિયા જેવા ખ્યાતનામ પ્રોફેસરો હતા. ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ કોલેજમાં ભણતા, તેમાં ભાગ્યે જ દસ ટકા જેટલી કન્યાઓ હશે. તે દિવસોમાં હાલ જે આર્સ બિલ્ડિંગ છે તેમાં આખી કોલેજ બેસતી.
સત્તર-અઢાર વર્ષનો જુવાન કોલેજમાં પગ માંડે ત્યારે કેટકેટલાં રંગીન સ્વપ્નાં સેવતો આવે છે.કસ્તૂરભાઈએએવાં સ્વપ્નાં ન સેવ્યાં હોય એમ માનવાને કારણ નથી. કોલેજનાં ચાર વર્ષ જ્ઞાન અને ગમ્મતમાં આનંદથી ગાળવાનું ગુલાબી સ્વપ્ન તેમણે સેવ્યું હતું. પરંતુ પિતાના મૃત્યુએ તેમનું તે સ્વપ્ન રોળી નાખ્યું.
મઝિયારું વહેંચાતાં કુટુંબને ભાગે આવેલી રાયપુર મિલનો કારભાર લાલભાઈ જતાં કોઈકે ઉપાડી લેવાની જરૂરિયાત ઊભી થઈ હતી. મોટાભાઈ ચીમનલાલ પિતાની હયાતી દરમ્યાન જ તેમાં જોડાઈ ગયા હતા. પરંતુ તેઓ એક્લા એટલો બહોળો વહીવટ સંભાળી શકે તેમ નહોતું. તેમની પડખે ઘરનું કોઈ માણસ ઊભું રહે તો જ મિલનું કામ વ્યવસ્થિત ચાલી શકે. મોહિનાબાની દૃષ્ટિ કસ્તૂરભાઈ પર પડી. માતાને તેમની શક્તિ ઉપર વિશ્વાસ હતો. તેમણે પુત્રને પાસે બોલાવીને ભારે હેયે કહ્યું:
Scanned by CamScanner