________________
૩૪ પરંપરા અને પ્રગતિ
એટલે જયારે બીજાં કામોની જવાબદારી વધી ત્યારે માત્ર શોભાનું પદ ધારણ કરવાનું ઉચિત નથી એમ માનીને તેમણે કેન્ફરન્સના આ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું.
ધર્મકાર્યો અને તીર્થસેવાનાં કામમાં હતો તેટલો જ લોકહિતનાં કામોમાં તેમને સક્રિય રસ હતો. તેઓ ગુજરાત કોલેજના ટ્રસ્ટી હતા. શાળાઓ, પુસ્તકાલયો અને સામાજિક સંસ્થાઓના હિતેચ્છુ દાનવીર તરીકે તેમની સુવાસ ગુજરાતભરમાં ફેલાઈ હતી. તેમણે પિતાના સ્મરણમાં રતનપોળમાં ધર્મશાળા બંધાવી હતી અને માતાની સ્મૃતિમાં ઝવેરીવાડમાં કન્યાશાળા સ્થાપી હતી. તેમની સેવાઓની કદરરૂપે સરકારે તેમને સરદારનો ખિતાબ એનાયત કર્યો હતો.
૧૯૧૧માં ભાઈઓના આગ્રહને કારણે પિતાની મિલકતનું વિભાજન કરવાનો પ્રસંગ ઊભો થયો. તેમાં ભાઈશંકર નાનાભાઈ સોલિસિટર મધ્યસ્થી હતા. સરસપુર મિલ ભાઈઓને મળી ને રાયપુર મિલ લાલભાઈને ભાગે આવી. ઘરની બાબતમાં નારાજી રહી ગઈ. આ ઘટનાએ તેમના દિલ પર ઊંડી ચોટ લગાડી. પરંતુ વજ હૃદય કરીને વેદનાને અંદર ભારી રાખી. આ અરસામાં જ માંદી પુત્રી કાન્તાબહેનને લઈને તેમનાં પત્ની મોહિનાબહેન ડુમસ હવાફેર માટે . ગયાં હતાં. દરમ્યાનમાં તા. ૫ જૂન, ૧૯૧૨ના રોજ એકાએક હૃદય બંધ પડવાથી લાલભાઈ શેઠ અવસાન પામ્યા. આગલે દિવસે તો તેમણે એક ગાર્ડન પાર્ટીમાં હાજરી આપી હતી.'
ઘેરા શોકમાં ડૂબેલાં મોહિનાબાને માથે સાત સંતાનોની સંભાળ રાખવા ઉપરાંત પતિએ ઊભી કરેલી મિલકતના વહીવટ પર દેખરેખ રાખવાની કપરી ફરજ આવી પડી. તે તેમણે ઘણી કુનેહ અને કુશળતાથી બજાવી. તેઓ ધર્મપ્રેમી હતાં તેટલાં જ શાણાં, ઠરેલ અને વ્યવહારદક્ષ સન્નારી હતાં. ઘરનો વહીવટ સુંદર રીતે ચલાવવા ઉપરાંત પતિના મૃત્યુ બાદ વીસ વર્ષ સુધી ઘરખર્ચનો પાઈએ પાઈનો હિસાબ જાતે નોંધી રાખેલો, જે આજે પણ સચવાયેલો છે. પતિએ પાડેલી પ્રણાલિકાને વફાદાર રહીને ઘરનો મોભો અને કુટુંબની પ્રતિષ્ઠા જાળવી રાખવાની કાળજી તેમણે છેવટ લગી રાખી હતી. કસ્તૂરભાઈ અને તેમનાં ભાઈબહેનોને મોહિનાબાએ પિતાની ખોટ સાલવા ન દીધી.
પિતાના અવસાન સમયે કસ્તૂરભાઈ મૅટ્રિક પાસ કરીને તાજા જ ગુજરાત
Scanned by CamScanner