________________
ઘડતર
૩૩
નિમિત્તે મુંબઈમાં બાદશાહી સમારંભ યોજાયેલો તે જોવા માટે આખું કુટુંબ મુંબઈ ગયું હતું. તે પ્રસંગે જ કસ્તૂરભાઈએ પહેલવહેલું મુંબઈ જોયેલું. વૈભવ હોવા છતાં વિવેકપૂર્વક ધન ખર્ચવાની ટેવ આ શ્રીમંત કુટુંબે પરંપરાથી કેળવેલી હતી. - કસ્તુરભાઈ મૈટ્રિક પાસ થયા ત્યારે તેમના પિતાની કારકિર્દીનો મધ્યાહન તપતો હતો. સરસપુર મિલ સ્થાપી તે પહેલાં તેમણે ધીરધાર અને રૂનો વેપાર કરેલો; સરસપુર મિલ સ્થપાયા પછી તેના વહીવટ અને ઉત્કર્ષ પાછળ તેમણે બધી શક્તિઓ કેન્દ્રિત કરી હતી. પછી નવ વર્ષે (૧૯૦૫) તેમણે સૂતરની રાયપુર મેન્યુફેક્યરિંગ કં. ઊભી કરી હતી. તે વખતે અથાક પરિશ્રમ કરીને તેમણે બંને મિલોને ઠીક ઠીક નફો આપતી કરી હતી. તેમને આ ઉદ્યોગમાં મળેલી સફળતાને પરિણામે રાયપુર મિલના શેર અઢીસો રૂપિયા પ્રીમિયમથી વેચાતા હતા.
નગરશેઠ મયાભાઈના સ્વર્ગવાસ પછી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું પ્રમુખપદ લાલભાઈ શેઠને સોંપાયું હતું. આ જવાબદારી તેમણે ઉત્તમ રીતે બજાવી હતી. પેઢીનો હિસાબ વ્યવસ્થિત સ્વરૂપમાં જૈનસમાજ સમક્ષ મૂકવાનો તેમણે આગ્રહ રાખેલો. વળી ગિરનાર અને રાણકપુર તીર્થનો વહીવટ તેમના કાર્યકાળ દરમ્યાન જ પેઢીને હસ્તક આવ્યો હતો.
લૉર્ડ ર્ક્સને માઉન્ટ આબુની મુલાકાત લીધી તે વખતે દેલવાડાનાં જૈન મંદિરોનાં ક્લાપૂર્ણ શિલ્પ સ્થાપત્યથી પ્રભાવિત થઈને તે મંદિરો સરકારી પુરાતત્ત્વ ખાતાને સુરક્ષા માટે સોંપવાનો તેમણે પ્રસ્તાવ મૂકેલો. તેનો લાલભાઈ શેઠે વિરોધ કરેલો અને પેઢી હસ્તક તેની સુરક્ષા સુપેરે ચાલે છે તેની ખાતરી કરાવવા આઠ-દસ વર્ષ સુધી મંદિરોમાં કારીગરોને કામ કરતા બતાવ્યા હતા!૧૦
૧૯૦૮માં સમેતશિખર પર્વત પર ખાનગી બંગલાઓ બાંધવાની મંજૂરી સરકાર તરફથી આપવાની જાહેરાત થતાં પેઢીના પ્રમુખ તરીકે તેમણે તેની સામે વિરોધ નોંધાવીને, જૈન સમાજના અગ્રણીઓની સાથે સરકાર સમક્ષ રજૂઆત કરીને તે મંજૂરી પાછી ખેંચાવી હતી. આ વખતે ત્યાં પગ ખસી જવાથી પડી જતાં તેમના હાથનું હાડકું તૂટી ગયેલું. તેને લીધે તેમને કલકત્તા ખાતે બાબુ માધવલાલ દુગ્ગડને ત્યાં રહીને ત્રણ માસ સુધી સારવાર લેવી પડી હતી.૧૨
સને ૧૯૦૩થી ૧૯૦૮ સુધી તેમણે જૈન શ્વેતાંબર કોન્ફરન્સના મહામંત્રી તરીકે સેવાઓ આપી હતી. પૂરી નિષ્ઠાથી હૃદય રેડીને કામ કરવાની આદત;
Scanned by CamScanner