________________
૩૨
પરંપરા અને પ્રગતિ
હતા અને સાક્ષર શ્રી કેશવ હર્ષદ ધ્રુવ સંસ્કૃત તથા અંગ્રેજી શીખવતા. તેમની વિદ્રત્તા અને શિક્ષણ પદ્ધતિનો વિદ્યાર્થીઓ પર પ્રભાવ પડતો. ધ્રુવસાહેબ વાતચીતમાં સાક્ષરી ભાષા વાપરે તેની રમૂજ પણ કેટલાક ટીખળી છોકરા, જમતી વખતે, “મહારાજ, ઉપર ઉષ્ણ રોટલી આપજો”—એમ કહીને કરતા.
અંગ્રેજી ચોથા (હાલના આઠમા) ધોરણમાં હતા ત્યારે બંગભંગની ચળવળ અને સ્વદેશી હિલચાલ શરૂ થયેલી. તે વખતે સ્વ. બલુભાઈ ઠાકોર અને સ્વ. જીવણલાલ દીવાન આર. સી. હાઈસ્કૂલમાં શિક્ષક હતા. બંનેએ સ્વદેશી આંદોલનમાં ભાગ લેવા માટે સરકારી હાઈસ્કૂલમાંથી રાજીનામું આપ્યું હતું. પછી (૧૯૦૮) બંનેએ સાથે મળીને રાષ્ટ્રીય રંગવાળી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ સ્થાપેલી. સ્વદેશી હિલચાલની અસરથી એ વખતે રાજકીય જાગૃતિનું હવામાન બંધાતું જતું હતું. તેનો પ્રભાવ બીજા વિદ્યાર્થીઓની માફક કિશોર વયના કસ્તૂરભાઈ પર પણ પડ્યા વિના રહ્યો નહીં. આ અરસામાં તેમના અંતરમાં રાષ્ટ્રપ્રેમનાં બીજ વવાયાં એમ કહી શકાય.
કુટુંબમાં ધર્મના સંસ્કાર પરાપૂર્વથી ઊતરેલા એટલે તેનાં વિધિવિધાન અને વ્રતનિયમનું અનુસરણ ચાલતું. મોહિનાના બાળકોને તેમની રુચિશક્તિ મુજબ દેવદર્શન અને પૂજન-કીર્તન ઈત્યાદિમાં જોડતાં. એક વાર આખું કુટુંબ દાદીમા ગંગાબાની સાથે યાત્રાએ નીકળેલું. તે વખતે કસ્તૂરભાઈ દસ વર્ષના હતા. ચાળીસેક માણસોનો કાફલો હતો. રેલવેના ત્રીજા વર્ગમાં મુસાફરી કરવાની હતી. ક્યારેક બળદગાડામાં પણ જવાનું થતું. એવે વખતે કસ્તૂરભાઈ ધૂળથી બચવા માટે પોતાનું ગાડું સૌથી આગળ રાખવા બળદને દોડાવતા. ધર્મશાળામાં પડાવ નંખાતો. એકાદ-બે ઓરડામાં બધાંનો સમાવેશ થતો. રાજસ્થાનમાં એક સ્થળે તો ધર્મશાળાની ઓસરીમાં ઠંડી રોકવા પડદા બાંધીને સૂવું પડેલું અને વાડામાં તાપણું કરીને બળદ બાંધેલા. તે વખતે એક ચિત્તો તેમના પાળેલા કૂતરાને ઉઠાવી ગયેલો.યાત્રા નિમિત્તે આમ ઋણ રહેણીની તાલીમ પણ બાળકોને મળતી હતી.
આબુ, પાલિતાણા અને સમેતશિખર જેટલે દૂર સુધી તીર્થયાત્રાને નિમિત્તે કસ્તૂરભાઈ કુટુંબની સાથે ફરેલા. પરંતુ મોજને ખાતર મુંબઈ જવાનું સત્તર વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી બન્યું નહોતું. ૧૯૧૧માં પંચમ જ્યોર્જના રાજ્યાભિષેક
Scanned by CamScanner