________________
૨૪
પરંપરા અને પ્રગતિ
માટે રાખે અને પોતે મિલની આર્થિક પરિસ્થિતિની ઝીણામાં ઝીણી વીગતથી વાકેફ રહે. એજન્ટને સામાન્ય રીતે ટેકનિકલ બાબતોની જાણકારી ન હોય. છતાં રણછોડલાલ અને કસ્તૂરભાઈ જેવા એજન્ટો એન્જિનિયર સાથે ચર્ચા કરી શકાય તેટલી એની જાણકારી પણ પ્રયત્નથી મેળવી લેતા.
રણછોડલાલ દિવસમાં બે વાર મિલમાં જતા, તેનો દરેક વિભાગ જોતા અને કારીગરો સાથે વાતચીત કરતા. આ પ્રથા આજ સુધી અમદાવાદના ઘણાખરા મિલમાલિકોએ જાળવી રાખી છે. અંગત સંબંધ, ઘરોબો, રખરખાપત અને પરસ્પર મેળ રાખવાનું વલણ આ મિલ-સંચાલકોમાં છે તેવું મુંબઈ, લકત્તા કે અન્ય શહેરોમાં જોવા મળશે નહીં.
અમદાવાદની મિલોનું મોટા ભાગનું કાપડ સ્થાનિક વેપારીઓના મસ્કતી મહાજનને વેચવામાં આવે છે. છેક ૧૮૮થી સૂતરનો અમુક જથ્થો ચીન અને જાપાનનાં બજારોમાં જતો. પરંતુ મોટી ઘરાકી સ્થાનિક વપરાશની જ હતી. જાડું અને બ્લીચ થયા વિનાનું ઓછા કાઉન્ટનું સસ્તું કાપડ નીકળતું તેની ઉત્તર ભારતમાં મોટી માંગ રહેતી. આથી તેં કેશાયરની હરીફાઈને કારણે કે ચીન-જાપાનની માંગ પાછળથી બંધ થઈ તેથી કે પરદેશનાં બજારોની વધઘટને પરિણામે અમદાવાદની મિલોને સહન કરવું પડયું નથી.
અમદાવાદ અને તેની આસપાસનાં ગામોમાં વણકર તથા મુસ્લિમ કોમ જાડું કપડું અને પાણકોરું વણવાનો ધંધો કરતી. મિલો શરૂ થતાં તેમનો આ ધંધો પડી ભાંગ્યો અને આ ગરીબ કોમના લોકો મિલોમાં કામ કરવા સારુ ગામડાં છોડીને અમદાવાદ આવીને વસ્યા. આ રીતે સ્થાયી વસવાટ કરીને રહેનાર મિલમજૂરોનો સમુદાય બીજાં શહેરોને મુકાબલે અમદાવાદમાં ઘણો મોટો હતો.
આજે મિલોમાં કામદારોની જે સ્થિતિ છે તેની તુલનાએ ઓગણીસમી સદીના અંતભાગમાં ઘણી ખરાબ હતી–જોકે ઇંગ્લંડમાં એ વખતે હતી તેટલી ખરાબ ન ગણાય. કારખાનામાં ઉજાસ હતો, પણ ભેજ ઉત્પન્ન કરવા જતાં પુષ્કળ ગંદકી થતી. સને ૧૮૮૧ અને ૧૮૯૧ના ફેકટરી ઍકટ પ્રમાણે સ્ત્રીઓ અને બાળકોના કામના કલાક ઓછા હતા, પણ તેનો અમલ સખ્તાઈથી થતો નહીં. મજૂરોને ગરમીમાં તેર કલાક ને વીસ મિનિટ કામ કરવું પડતું. વચ્ચે અર્ધા કલાકની રિસેસ મળે, અને મહિને ચાર રવિવારની રજાઓ–જોકે રજાને દિવસે મશીનરી
Scanned by CamScanner