________________
૩૦ પરંપરા અને પ્રગતિ નિશાળે જતાં. મહિલાઓ દેવદર્શન કે ખરીદી માટે જતી અને પુરુષવર્ગ ઑદિ જતો. ઘરમાં રમતાં કે તોફાન કરતાં બાળકોને માટે આ ગાડીના આગમનનો અવાજ ઘણી વાર ભયસૂચક સાયરનની ગરજ સારતો. - લાલભાઈ શેઠની એક-બે ખાસિયતો નોંધવા જેવી છે. સામયિકો વાંચવાનો તેમને ખાસ શોખ. પણ સમયને અભાવે ઘણાં સામયિકો વાંચી શકતા નહીં કેટલાકનાં તો ઑપર પણ ખોલેલાં ન હોય. તેઓ બધાં માસિકો કે વર્તમાનપત્રોને એક રૂમમાં સાચવી રાખતા. તેમના અવસાન સમયે, એક ઓરડો આખો તેમણે સંઘરેલાં સામયિકોથી ભરાઈ ગયો હતો. સ્વચ્છ વસ્ત્રો પહેરવાનો તેમને ખાસ શોખ હતો. સારી સારી વાનગીઓ ખાવાનો શોખ પણ ખરો, પણ જમવામાં એવી ઉતાવળ કરે કે જમતાં જમતાં તેમના એકાદ વસ્ત્ર પર એકદ ડાઘ પડ્યા વિના ભાગ્યે જ રહેતો.
તેમને સાત સંતાનો હતાં. ત્રણ પુત્રો અને ચાર પુત્રીઓ. કસ્તૂરભાઈની પહેલાં બે બહેનો, ડાહીબહેન અને માણેકબહેન, અને એક ભાઈ, ચીમનભાઈ, જન્મેલાં. તેમની પછી જન્મેલાં તે નરોત્તમભાઈ, કાન્તાબહેન અને લીલાવતીબહેન. કસ્તૂરભાઈનો જન્મ અમદાવાદમાં વિ. સં. ૧૯૫૧ના માગશર વદિ ૭ ને બુધવાર, તા. ૧૯-૧૨-૧૮૯૪ના રોજ થયો હતો.
ઘટાદાર વૃક્ષની છાયા નીચે વાવેલો છોડ જેમ પૂરો પાંગરી શકતો નથી તેમ પ્રતાપી પિતાના રુઆબ નીચે ઊછરતાં સંતાનો ઘણી વાર પૂર વ્યક્તિત્વ ખીલવી શકતાં નથી. લાલભાઈનાં સંતાનોની બાબતમાં આમ બનત; પરંતુ સદ્ભાગ્યે માતાની હૂંફને કારણે તેઓ આ પરિસ્થિતિમાંથી બચી શક્યાં હતાં. પિતાની ધાક બાળકો પર રહેતી. પણ પિતા ઘણુંખરું બહાર રહેતા એટલે વત્સલ માતાની શીળી છાયામાં બધાં ભાંડનું બાળપણ સમોવડિયાં સાથે આનંદ અને મુક્તતાથી રમતાં જમતાં વીત્યું હતું એમ કહી શકાય.
નાના ભાઈ નરોત્તમ અને કસ્તૂરભાઈ વચ્ચે માત્ર દોઢ વર્ષનો જ તફાવત હોવાથી રમતગમત વગેરેમાં બંને વચ્ચે સારો મેળ રહેતો. મોટા ભાઈ ચીમનલાલ સાથે એટલી છૂટ તેઓ લઈ શકેલ નહીં. બંને ભાઈઓને પતંગ અને ક્રિકેટનો ઘણો શોખ હતો. પતંગ ચગાવતાં દોરીને ઘસારાથી આંગળાં પર કાપા પડી જતા. માતા પ્રેમથી પાટાપિંડી કરતાં, પિતાની ગાડીનો ખડખડાટ સંભળાય કે
Scanned by CamScanner