________________
વસ-ઉધોગનો વારસો
૨૫
સાફ કરવા માટે ત્રણ-ચાર કલાક આવવું પડતું. આમ છતાં લેંકેશાયરના મજૂરોના જેટલી કામની ઝડપ આ મજૂરોમાં જોવા મળતી નહિ. વિલાયતનો એક મજૂર અહીંના ત્રણથી ચાર મજૂર જેટલું કામ આપે. અમદાવાદની એક સ્પીનીંગ મિલની મુલાકાતે આવેલો એક અંગ્રેજ, મજૂરોની સંખ્યા જોઈને હબકી ગયેલો: “આટલી સ્પીંડલો માટે આટલા બધા માણસો!” તેનાથી સહજ ઉદ્ગાર નીકળી ગયેલો.” આજે હવે કેટલીક પ્રગતિશીલ મિલોમાં મજૂરોને તાલીમ આપવાની પ્રથા દાખલ થઈ છે એટલે મજૂરોની સરેરાશ આવડત વધી છે.
મુંબઈ જેવા અનેક વ્યવસાયોની તક ધરાવતા શહેરને મુકાબલે અમદાવાદના મજૂરોને ઓછું વેતન મળે તે દેખીતું છે. પણ ખેત-મજૂરોના કરતાં મિલમજૂરોને વધુ મળતું. ૧૮૮૮માં અમદાવાદના મિલમજૂરને મહિને સાતથી દસ રૂપિયા મળતા. તે વખતે મજૂરીનો સામાન્ય દર રોજના ત્રણથી સાડા ત્રણ આના હતો. કામ કરતાં થયેલી ઈજાનું વળતર નહીં જેવું મળતું. દાક્તરી તપાસ અને સારવારની સગવડ નામની જ હતી.૧૧ જૉબરો દ્વારા મજૂરોની ભરતી થતી અને જોબરોનો મજૂરો પર પુષ્કળ દાબ રહેતો. મજૂરોનાં બાળકોને સુવાડવાની કે ભણતરની સગવડ ત્યારે નહોતી. મજૂરો ઝૂંપડપટ્ટીમાં કે ચાલોમાં રહેતા. આજે આ સગવડોમાં સુધારો થયો છે, છતાં હજુ ઘણું કરવાનું બાકી છે એમ તેમના નિવાસો જોતાં લાગે છે.
વીસમી સદીના આરંભથી અમદાવાદ કાપડ ઉદ્યોગના મથક તરીકે વધુ ને વધુ મહત્ત્વ પામતું રહ્યું છે. ૧૯૦૧માં ૨૯ મિલો હતી અને તેમાં ૧૭,૦૦૦ જેટલા કામદારો કામ કરતા. ૧૯૦૧થી ૧૯૦૪ સુધીમાં અમદાવાદની મિલોએ ભારતમાં યંત્રથી ઉત્પન્ન થતા સૂતરના કુલ ઉત્પાદનના ૧૯ ટકા ઉત્પન્ન કરેલ. મુંબઈના આ ગાળાના આંકડા અનુક્રમે ૫૭ ટકા અને ૨૪ ટકા છે. ૧૯૩૭-૩૮માં આ આંકડા અમદાવાદ માટે અનુક્રમે ૧૬ ટકા અને ૨૭ ટકા છે, અને મુંબઈ માટે ૨૮ ટકા અને ૩૪ ટકા છે. બીજા વિશ્વયુદ્ધ પછી અમદાવાદની સ્થિતિ વિશેપ સંગીન બની અને સમગ્ર દેશના વસ્ત્ર-ઉદ્યોગનું તે શ્રેષ્ઠ કેન્દ્ર બન્યું.
આજે અમદાવાદની વસ્તી પચીસ લાખ માણસોની છે અને તેનો વિસ્તાર આશરે સો ચોરસ કિલોમીટરનો છે. છેલ્લાં સો વર્ષમાં અમદાવાદે આર્થિક વિકાસ સાધ્યો છે, તેમાં તેના મિલ-ઉદ્યોગનો ફાળો નાનોસૂનો નથી. એ ઉઘોગે
Scanned by CamScanner