________________
૧૬
પરંપરા અને પ્રગતિ
તેમને બોલાવ્યા તોપણ પોતે ગયા નહીં. આથી ખિજાઈને સૂબાએ તેમનો દસ હજાર રૂપિયા દંડ કર્યો અને દંડ વસૂલ કરવા માટે પચાસ સૈનિકો સાથે કોટવાલ દિલાવરખાનને મોકલ્યો. મામલો મમતે ચડ્યો. કોટવાલ પચાસ ઘોડેસવારો સાથે ઝવેરીવાડ પહોંચ્યો. પણ નગરશેઠની રજા વિના પ્રવેશ નહીં મળે, એમ આરબ રક્ષકોએ કહ્યું. પાંચસો આરબો પચાસ સૈનિકો સામે બંદૂક ધરીને ઊભા રહ્યા. દિલાવરખાને વધુ સૈનિકોની સહાય માગી. એ વખતે અમદાવાદ શહેરમાં કુલ પાંચસોથી વધુ સૈનિકો ન હતા.
સૂબો આવ્યો. બંને બાજુ લડાઈની તૈયારીઓ થઈ ગઈ. સૂબાની ચાર તોપની સામે નગરશેઠની બે અંગ્રેજી તોપો મંડાઈ. લોકોમાં ગભરાટ ફેલાયો. શહેરની વચ્ચે યુદ્ધ થાય તો આસપાસનાં બજાર, ઘર, હવેલીઓ, મંદિર, મસ્જિદ –બધાને નુકસાન થાય તેમ હતું. '
આથી મહાજને સૂબા પાસે જઈને અરજ કરી: હજૂર, શહેરની વચ્ચે ગોળા છૂટશે તો વસ્તી અને બાળબચ્ચાં મરાશે.”
“હું શું કરું? શાહી ફરમાન ન માનનારને શિક્ષા થવી જ જોઈએ.” સૂબાએ કહ્યું.
“આપને નગરશેઠ સાથે ઝઘડો છે, તેમાં શહેરની નિર્દોષ પ્રજાને શા માટે સહન કરવું પડે? પ્રજા તો વાંકમાં નથી.” મહાજને દલીલ કરી.
સૂબો એકનો બે ન થયો ત્યારે મહાજને શહેર ખાલી કરવા ત્રણ દિવસની મહેતલ માગી.
પછી મહાજન નગરશેઠ પાસે ગયું. નગરશેઠે તેમને માનપૂર્વક બેસાડીને કહ્યું: “હું જાણું છું સૂબો ગુસ્સે છે. પણ એક વાર ઝૂકીશું તો એ સવાર થઈ જશે. એ નાદાન જવાન છે. તેને ફાવે તેમ જુલમ કરવા નહીં દઉં.”
“પણ શાહી ફોજની સામે લડવું ગુનો નહીં ગણાય?” મારા હાથ લાંબા છે. હું ફોડી લઈશ.”
“પણ આપ નગરશેઠ છો. આપની પહેલી ફરજ શહેરને બચાવવાની છે. એને માટે કોઈ રસ્તો કાઢો.”
“શો રસ્તો?” મહાજને તેમને શહેરની બહાર જઈને લડવાની સલાહ આપી. શેઠે પોતાની
Scanned by CamScanner