________________
લલિતવિસ્તરા ભાગ-૩
ઉપાયાંતરનો અભાવ હોવાથી અથવા ઉપાયાંતરથી મોટા આરંભની નિવૃત્તિનો અભાવ હોવાથી અર્થાત્ દ્રવ્યસ્તવને છોડીને અન્ય હેતુથી અભાવ હોવાને કારણે અર્થાત્ આરંભ-સમારંભની પ્રવૃત્તિના પરિહારનો અભાવ હોવાને કારણે આ જ પ્રયોજક અંશ છે એમ લલિતવિસ્તરામાં અવય છે. ભાવાર્થ:
પૂર્વમાં અરિહંત ચેઇયાણ સૂત્રનો અર્થ પૂઅણવત્તિયાએ - સક્કારવત્તિયાએ સુધીનો કર્યો, ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે “અરિહંત ચેઇયાણં' સૂત્ર દ્વારા આ પ્રમાણે કોણ કહે ? સાધુ કહે કે શ્રાવક કહે ? તે બંનેને આશ્રયીને આ પ્રકારનું કથન સંગત નથી; કેમ કે પૂજન ગંધમાલ્યાદિથી છે અને સત્કાર શ્રેષ્ઠ વસ્ત્રઆભરણ આદિથી છે અને તે દ્રવ્યસ્તવ સ્વરૂપ છે અને સાધુને દ્રવ્યસ્તવનો નિષેધ છે, તેથી મને પ્રસ્તુત કાયોત્સર્ગથી પૂજન-સત્કારનું ફળ થાવ', એ પ્રકારની ઇચ્છા કરવી સાધુને ઉચિત નથી. વળી, શ્રાવક પોતાના વૈભવને અનુરૂપ પૂજા-સત્કાર અવશ્ય કરે છે જ; કેમ કે વિવેકી શ્રાવકને ભગવાનની પૂજા એ પોતાનો વૈભવ છે તેવી બુદ્ધિ છે, તેથી પોતાની શક્તિના પ્રકર્ષથી ભગવાનનાં પૂજા-સત્કાર અવશ્ય કરે છે અને જેઓ તે પ્રકારે શક્તિ અનુસાર પૂજા-સત્કાર કરતા નથી તેઓ પરમાર્થથી શ્રાવક જ નથી અને જે શ્રાવકો ભગવાનના વચનના રહસ્યને જાણનારા છે તેઓને વીતરાગની પૂજા જ પોતાનો વૈભવ છે તેવી સ્થિરબુદ્ધિ છે, તેથી અવશ્ય પૂજા સત્કાર કરે છે, માટે “મને કાયોત્સર્ગથી પૂજા-સત્કારનું ફળ થાવ” એમ કહેવું શ્રાવકને પણ ઉચિત નથી, તેથી સાધુને કે શ્રાવકને માટે “મને આ કાયોત્સર્ગથી પૂજા અને સત્કારનું ફળ થાવ' એમ પ્રસ્તુત સૂત્રથી કહેવું ઉચિત નથી, આ પ્રકારની શંકાનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે.
સામાન્યથી સાધુ અને શ્રાવક બંને પણ આ પ્રકારે કહે છે અર્થાતુ મને આ કાયોત્સર્ગથી પૂજન-સત્કારનું ફળ થાવ એ પ્રમાણે કહે છે, કેમ બંને કહે છે ? તેમાં યુક્તિ બતાવતાં કહે છે – સાધુને સ્વયં દ્રવ્યસ્તવ કરવાનો પ્રતિષેધ છે, પરંતુ સામાન્યથી દ્રવ્યસ્તવનો પ્રતિષેધ નથી, જેમ સાધુને સંસારના આરંભ-સમારંભ કરવાનો કરણ-કરાવણ-અનુમોદનરૂપ સામાન્યથી પ્રતિષેધ છે તેમ દ્રવ્યસ્તવનો સામાન્યથી પ્રતિષેધ નથી; કેમ કે સાધુને પણ દ્રવ્યસ્તવની અનુમતિનો સદ્ભાવ છે માટે ભગવાનના પૂજા-સત્કારને જોઈને સાધુને પ્રમોદ થાય છે, તેથી વિવેકી શ્રાવકોના પૂજા-સત્કારને જોઈને સાધુ તેઓની પ્રશંસા કરતાં કહે છે કે આ શ્રાવકની પૂજા સુંદર છે, આનાથી જ આ શ્રાવકોનો જન્મ સફળ છે, તે ભગવાનની પૂજાની પ્રશંસારૂપ અનુમતિ છે.
તેથી એ ફલિત થાય કે વિવેકી સાધુઓ સંસારી જીવોની કોઈ અન્ય સાવદ્ય પ્રવૃત્તિની ક્યારેય પ્રશંસા કરતા નથી, તેથી તેઓને પ્રશંસા અનુમતિ નથી, વળી, સાવદ્ય પ્રવૃત્તિ કરનારા શ્રાવકોને ઉપદેશ દ્વારા વારણ કરીને નિરવદ્ય ભાવને અનુકૂળ ચિત્ત પ્રાપ્ત કરાવે છે, તેથી અનિષિદ્ધની અનુમતિ નથી અને આરંભ-સમારંભ કરનારા શ્રાવકો પ્રત્યે આ મારા ભક્ત છે, ભક્તિવાળા છે, ઇત્યાદિ સ્નેહબુદ્ધિ ધારણ કરતા નથી, તેથી સંવાસાનુમતિ નથી. વળી, શ્રાવકો ઉપદેશ સાંભળીને પાપની નિવૃત્તિ કરે છે અને સંયમને અનુકૂળ શક્તિનો સંચય થાય તે પ્રકારે પૌષધ આદિ કરે છે, તેની અનુમોદના કરે છે, આથી જ વીર