________________
લોગસ સૂત્ર
૧૧૭ છે અર્થાત્ આ સિદ્ધ ભગવંતો કૃતકૃત્ય છે એ પ્રકારે સિદ્ધ ભગવંતોનું કીર્તન કરે છે, તેથી સિદ્ધ અવસ્થા પ્રત્યે ઉપયોગનું પ્રતિસંધાન થવાથી રાગનો અતિશય થાય છે.
વળી, સિદ્ધ ભગવંતો પ્રત્યે ભક્તિની વૃદ્ધિ માટે મન-વચન-કાયાના યોગથી વંદન કરવા સ્વરૂપ સિદ્ધ ભગવંતોની સ્તુતિ કરે છે અર્થાત્ વિવેકી શ્રાવકો અને સાધુઓ પારમાર્થિક ભાવ સ્વરૂપે સિદ્ધના ગુણોનું મનથી સ્મરણ કરે છે, વચનથી તેઓના ગુણોનું ગાન કરે છે અને કાયાથી તે પ્રકારની મુદ્રામાં ઉપયુક્ત થઈને યત્ન કરે છે, જેથી ત્રણે યોગથી સિદ્ધ ભગવંતો પ્રત્યે ભક્તિની વૃદ્ધિ થાય.
વળી, વિવેકી શ્રાવકો પુષ્પાદિથી ભગવાનની પૂજા કરે છે ત્યારે સિદ્ધના આઠ ગુણોનું સ્મરણ કરીને આઠ પુષ્પોથી પૂજા કરે છે તેનાથી સિદ્ધ ભગવંતો પૂજાયેલા થાય છે અને સુસાધુઓ અહિંસાદિ આઠ ભાવપુષ્પો દ્વારા સિદ્ધ ભગવંતની પૂજા કરે છે તે કીર્તન કરાયેલા વંદન કરાયેલા પૂજન કરાયેલા ઉત્તમ સિદ્ધ ભગવંતો છે; કેમ કે મિથ્યાત્વાદિ કર્મમલના કલંકથી રહિત છે અને અંધકારથી સર્વથા પર છે=અજ્ઞાનરૂપી અંધકારથી સર્વથા પર છે.
વળી, બંધાયેલાં કર્મોનો જેમણે નાશ કર્યો છે તેવા કૃતકૃત્ય સિદ્ધ ભગવંતો છે અને તેઓ પ્રત્યે કીર્તન, વંદન અને પૂજન દ્વારા ભક્તિનો અતિશય કર્યા પછી સાધુ અને શ્રાવક યાચના કરે છે કે એવા સિદ્ધ ભગવંતો મને ભાવ આરોગ્યરૂપ સિદ્ધત્વની પ્રાપ્તિ માટે બોધિલાભ આપો; કેમ કે સિદ્ધત્વની પ્રાપ્તિનો એક ઉપાય સર્વજ્ઞપ્રણીત શ્રુત-ચારિત્રરૂપ ધર્મ છે અને તે બોધિલાભ સ્વરૂપ છે એવો બોધિલાભ સિદ્ધ ભગવંતો મને આપો, એ પ્રકારનો નિદાન રહિત અભિલાષ મોક્ષ માટે થાય છે; કેમ કે મોક્ષનો અર્થી જીવ બોધિલાભ મોક્ષના ઉપાયભૂત છે તેવો કાર્યકારણભાવનો સ્પષ્ટ બોધ કરીને મોક્ષરૂપ કાર્યના અર્થીપણાથી તેના કારણરૂપ બોધિલાભની ઇચ્છા કરીને અને તેના અંગરૂપે સિદ્ધ ભગવંતો પાસે તેની યાચના કરીને બોધિલાભને અનુકૂળ પોતાનું સદ્દીર્ય અત્યંત ઉલ્લસિત કરે છે.
આ રીતે મોક્ષ માટે મોક્ષના ઉપાયનો અભિલાષ કર્યા પછી તેના ઉપાયભૂત ઉત્તમ એવી શ્રેષ્ઠ સમાધિની અભિલાષા કરે છે, તેથી સિદ્ધ ભગવંતો પાસે યાચના કરે છે કે ઉત્તમ એવી જ્ઞાનાદિના સમાધાનરૂપ ભાવસમાધિ તમે મને આપો. આ પ્રકારની યાચનાથી ભાવસમાધિને અનુકૂળ સદીર્ય ઉલ્લસિત થાય છે.
સમાધિ શબ્દનો અર્થ સ્પષ્ટ કરવા માટે કહે છે – સમાધિ બે પ્રકારની છે – એક દ્રવ્યસમાધિ અને બીજી ભાવસમાધિ. દ્રવ્યસમાધિ પણ બે પ્રકારની છે, જેમ રોગીને રોગનું ઔષધ શરીરના સ્વાસ્થનું કારણ હોવાથી તે દ્રવ્યસમાધિ છે અને તેના સેવનથી તેને શરીરના સ્વાથ્યની પ્રાપ્તિ થાય છે, વળી, કોઈક જીવોને પરસ્પર વિરોધ હોય, તેથી તે વિરોધી વ્યક્તિથી તેના ચિત્તમાં હંમેશાં અસ્વસ્થતા વર્તે છે અને તેની સાથે કોઈક રીતે સમાધાન થાય તો અવિરોધની પ્રાપ્તિ થાય છે, તેનાથી ચિત્તની સ્વસ્થતા પ્રાપ્ત થાય છે, આ બંને પ્રકારની સમાધિ બાહ્ય પદાર્થને આશ્રયીને હોવાથી દ્રવ્યસમાધિ છે.
વળી, ભાવસમાધિ સમ્યગ્બોધ, સમ્યગ્રુચિ અને તે બંનેથી નિયંત્રિત ઉચિત પ્રવૃત્તિ તેનાથી કષાયોના શમનરૂપ જે સમાધાન થાય છે તે ભાવસમાધિ છે અને જેઓ તે ભાવસમાધિનું સતત સેવન કરે છે, તેનાથી