________________
સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર
૨૦૯ અભવ્ય નથી, પરંતુ આસન્ન ભવ્ય પણ છે; કેમ કે સંસારનિર્વેદ આદિ ભાવો થયા પછી તે જીવ અવશ્ય તે ભવમાં અથવા કેટલાક ભવો પછી મોક્ષમાં જાય છે.
વળી, ભવ્ય સ્ત્રી પણ સંસારનિર્વેદ આદિ ભાવોને પામ્યા પછી સમ્યગ્દર્શન ન પામે તો મોક્ષમાં જાય નહિ, પરંતુ સ્ત્રીનો ભાવ દર્શનનો વિરોધી નથી; કેમ કે કેટલીક યોગ્ય સ્ત્રીઓમાં શમ-સંવેગાદિ સમ્યત્વના લિંગો કહ્યા છે તે પ્રત્યક્ષથી દેખાય છે, વળી દર્શનની અવિરોધિની પણ સ્ત્રી મનુષ્ય છે, મનુષ્ય નથી, તેથી એ પ્રાપ્ત થાય કે દર્શનની અવિરોધિની એવી સ્ત્રી તિર્યંચ હોય કે દેવી હોય તો તે ભવમાં મોક્ષ સાધી શકે નહિ, પરંતુ સમ્યગ્દર્શનવાળી સ્ત્રી મનુષ્ય પણ છે તેથી મોક્ષ સાધી શકે.
વળી, મનુષ્યમાં ઉત્પન્ન થયેલ સમ્યગ્દર્શનવાળી પણ સ્ત્રી અનાર્યમાં ઉત્પન્ન થયેલી હોય તો તે ભવમાં મોક્ષ પામવા માટે અસમર્થ બને, તેથી કહે છે – બધી સ્ત્રીઓની અનાર્યમાં ઉત્પત્તિ નથી, પરંતુ આર્યમાં પણ ઉત્પત્તિ છે; કેમ કે આર્યમાં પણ સ્ત્રીઓ દેખાય છે, વળી, આર્યમાં સ્ત્રીઓની ઉત્પત્તિ હોય છતાં અસંખ્ય વર્ષના આયુષ્યવાળી હોય તો તે ભવમાં મોક્ષમાં જઈ શકે નહિ, પરંતુ બધી સ્ત્રીઓ અસંખ્યય વર્ષના આયુષ્યવાળી નથી, પરંતુ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળી પણ છે, વળી, સંખ્યાતા વર્ષના આયુષ્યવાળી
સ્ત્રી અતિક્રૂરમતિવાળી હોય તો તે ભવમાં મોક્ષમાં જઈ શકે નહિ, પરંતુ કેટલીક સ્ત્રીઓ અતિક્રમતિવાળી નથી, તેથી મોક્ષમાં જઈ શકે.
અહીં કોઈને શંકા થાય કે સ્ત્રીઓને સાતમી નરકને યોગ્ય તીવ્ર રૌદ્રધ્યાન થતું નથી, તેમ સ્ત્રીઓને મોક્ષને અનુકૂળ પ્રકૃષ્ટ શુભધ્યાન પણ થઈ શકે નહિ, તેથી સ્ત્રીઓને મોક્ષ સંભવે નહિ, એ પ્રકારે દિગંબર સ્વીકારે છે, તેનું નિરાકરણ કરતાં કહે છે – પ્રકૃષ્ટ રૌદ્રધ્યાનની સાથે પ્રકૃષ્ટ શુભધ્યાનનો અવિનાભાવી યોગ નથી, તેથી સ્ત્રીઓને પ્રકૃષ્ટ રૌદ્રધ્યાન ન થઈ શકે માટે પ્રકૃષ્ટ શુભધ્યાન પણ ન થાય તેમ કહેવું અનુચિત છે.
આશય એ છે કે વૃક્ષની સાથે શિશપા વૃક્ષનો અવિનાભાવ છે, તેથી શિશપા વૃક્ષ હોય તો તેનું વ્યાપક વૃક્ષત્વ અવશ્ય હોય અને ધૂમની સાથે અગ્નિનો પણ અવિનાભાવ છે, તેથી વ્યાપ્ય એવો ધૂમ હોય ત્યાં વ્યાપક એવો અગ્નિ અવશ્ય હોય છે, તેમ પ્રકૃષ્ટ રૌદ્રધ્યાનની સાથે પ્રકૃષ્ટ શુભધ્યાનની વ્યાપ્તિ નથી, જેથી જે જીવને પ્રકૃષ્ટ શુભધ્યાન હોય તેને સાતમી નરક યોગ્ય પ્રકૃષ્ટ રદ્રધ્યાન પણ હોય તેમ કહી શકાય, વસ્તુતઃ પ્રકૃષ્ટ શુભધ્યાનની સાથે પ્રકૃષ્ટ રૌદ્રધ્યાનનો અત્યંત વિરોધ છે, તેથી જો પ્રકૃષ્ટ શુભધ્યાનની સાથે પ્રકૃષ્ટ રૌદ્રધ્યાનનો અવિનાભાવ સ્વીકારવામાં આવે તો પ્રકૃષ્ટ શુભધ્યાનથી જેમ મોક્ષ ફળ મળે છે તેમ તેની સાથે અવિનાભાવી પ્રકૃષ્ટ રૌદ્રધ્યાનનું ફળ સાતમી નરકને યોગ્ય પાપબંધ પણ થવો જોઈએ અને તેમ સ્વીકારીએ તો પ્રકૃષ્ટ શુભધ્યાનનું ફળ જે મોક્ષ છે તેનો પ્રકૃષ્ટ રૌદ્રધ્યાનના ફળથી વ્યાઘાત થાય, માટે પ્રકૃષ્ટ રૌદ્રધ્યાનની સાથે પ્રકૃષ્ટ શુભધ્યાનની વ્યાપ્તિ સ્વીકારવી અત્યંત અનુચિત છે, માટે સ્ત્રીઓ છઠી નરકથી અધિક ક્લિષ્ટ રૌદ્રધ્યાન કરી શકતી નથી, તોપણ જે અતિક્રૂરમતિવાળી નથી તે તે ભવમાં મોક્ષમાં જઈ શકે છે.