Book Title: Lalit Vistara Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 246
________________ વૈયાવચગરાણં સૂત્ર ૨૫ स्तम्भनमोहनादिफले कर्मणि, 'आदि'शब्दाच्छान्तिकपौष्टिकादिशुभफलकर्मणि च, तथेक्षणात् स्तोभनीयस्तम्भनीयादिभिरविज्ञानेऽपि आप्तोपदेशेन स्तोभनादिकर्मकर्तुरिष्टफलस्य स्तम्भनादेः प्रत्यक्षानुमानाभ्यां दर्शनात्, प्रयोगः, - यदाप्तोपदेशपूर्वकं कर्म तद्विषयेणाज्ञातमपि कर्तुरिष्टफलकारि भवति, यथा स्तोभनस्तम्भनादि कर्म, तथा चेदं वैयावृत्त्यकरादिविषयकायोत्सर्गकर्म इति। પંજિકાર્ય : તરરિાને ચારિ.... વોત્સર્ગ તિ ા ત રિસાનેત્યાર લલિતવિસ્તરાનું પ્રતીક છે, વૈયાવૃત્ય કરનારા આદિ તે દેવો વડે સ્વવિષયક કાયોત્સર્ગનું અપરિણાન હોવા છતાં પણ આનાથી કાયોત્સર્ગથી, તેને કાયોત્સર્ગ કરનાર સાધુ-શ્રાવકને, શુભની સિદ્ધિમાં=વિનનો ઉપશમ-પુથતો બંધ આદિની સિદ્ધિમાં, આ જ કાયોત્સર્ગ પ્રવર્તક વચન શાપક છે=ગમક છે; કેમ કે આખ ઉપદિષ્ટપણું હોવાને કારણે અવ્યભિચારીપણું છે, આ=આનાથી શુભસિદ્ધિરૂપ વસ્તુ=પ્રસ્તુત કાયોત્સર્ગથી વિધ્ધનો ઉપશમ આદિ શુભસિદ્ધિરૂપ વસ્તુ, અસિદ્ધ નથી જ=પ્રમાણાંતરથી અપ્રતિષ્ઠિત નથી જ, કયા કારણથી ? એથી કહે છે =કયા કારણથી આનાથી શુભસિદ્ધિ થાય છે એ વસ્તુ પ્રમાણાતરથી પ્રતિષ્ઠિત છે તેમાં હેતુ કહે છે – અભિચારુક આદિમાં=દાંત ધમિરૂપ અભિચારુક સ્વરૂપ સ્તોભન-સ્તંભન-મોહન આદિ ફલરૂપ કર્મમાં, તે પ્રકારે દેખાય છે=સ્તોભનીય-સ્તંભનીય આદિ પુરુષો વડે અવિજ્ઞાનમાં પણ આપ્તોપદેશથી સ્તોભન આદિ કર્મના કર્તાને સ્તંભન આદિ ઈષ્ટફલનું પ્રત્યક્ષ અને અનુમાન દ્વારા દર્શન છે, ગાલિ શબ્દથી=મચારવારિમાં રહેલ આદિ શબ્દથી, શાંતિક-પૌષ્ટિક આદિ શુભ કર્મના કુલમાં તે પ્રમાણે દર્શન છે એમ અવય છે, પ્રયોગ અનુમાનનો પ્રયોગ, આ પ્રમાણે છે – જે આપ્તોપદેશપૂર્વક કર્મ છે કૃત્ય છે, તેના વિષયથી અજ્ઞાત પણ કર્તાના ઈષ્ટલને કરનાર થાય છે, જે પ્રમાણે સ્તોભન-સ્તંભન આદિ કર્મ કર્તાના ઈષ્ટફલને કરનાર થાય છે અને તે પ્રમાણે આ વૈયાવૃત્ય કરનાર આદિ વિષયક કાયોત્સર્ગ કર્મ કર્તાના ઈષ્ટફલો કરનાર છે. ભાવાર્થ - પૂર્વમાં વૈયાવચ્ચગરાણે સૂત્રનો શબ્દાર્થ કર્યો અને કાયોત્સર્ગ કર્યા પછી વૈયાવચ્ચ કરનારા દેવોની સ્તુતિ બોલવી જોઈએ તેમ કહ્યું, હવે તેઓનો કાઉસ્સગ્ન કેમ કરાય છે ? તે સ્પષ્ટ કરવા માટે નવરંથી કહે છે – વૈયાવચ્ચ કરનારા આ દેવોની તેમના તે પ્રકારના ગુણને સામે રાખીને કાઉસ્સગ્નપૂર્વક સ્તુતિ કરવામાં આવે ત્યારે તે દેવોને પણ તે પ્રકારના ભાવની વૃદ્ધિ થાય છે અર્થાત્ ભગવાનના શાસનમાં અમે આ કૃત્ય કરીએ છીએ તે કૃત્યની ચતુર્વિધ સંઘ ઉપબૃહણા કરે છે અને તેના માટે પ્રસ્તુત કાઉસ્સગ્ન કરે છે તે જોઈને તે દેવોને પણ ઉત્સાહ થાય છે કે અમે જે આ કૃત્ય કરીએ છીએ તે અત્યંત ઉચિત છે, અન્યથા ગુણસંપન્ન એવા સાધુ આદિ આ પ્રકારે અમારા કૃત્યનું સ્મરણ કરીને સ્તુતિ કરે નહિ, તેથી તે પ્રકારની સંઘની પ્રવૃત્તિ જોઈને તેઓને પણ વૈયાવચ્ચ આદિ કૃત્ય કરવાનો પરિણામ વિશેષથી થાય છે એ પ્રસ્તુત સૂત્રથી ઉક્તપ્રાય છે.

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292