________________
જયવીરરાય મૂંગા
૨૩૭ તોપણ દેહના પ્રતિકૂળ સંયોગ કે અન્ય કોઈ તથાવિધ પ્રતિકૂળ સંયોગ હોય તો નિરાકુળ ભાવથી સંયમમાં યત્ન થઈ શકે નહિ અને શ્રાવકને પણ પોતાના સંયોગ અનુસાર શારીરિક, કૌટુંબિક, આર્થિક સંયોગો પ્રતિકૂળ થાય ત્યારે તેને દૂર કરવાની ઇચ્છાથી તેઓનું ચિત્ત વ્યાકુળ રહે છે, જેના કારણે ધર્મમાં દઢ પ્રણિધાનપૂર્વક યત્ન થતો નથી, તેથી શ્રાવક અને સાધુ જગદ્ગુરુ પાસે ભક્તિના અતિશયથી યાચના કરે છે કે મારી ભૂમિકા અનુસાર ઉપાદેય એવાં દેવપૂજાદિ અનુષ્ઠાનોમાં વિજ્ઞકારી સંયોગો દૂર થાય, જેથી આ ભવમાં હું સુખપૂર્વક વિશિષ્ટ ધર્મ સેવીને યોગમાર્ગમાં દૃઢ યત્નવાળો થાઉ અને જ્યાં સુધી સંસારમાં છું ત્યાં સુધી દરેક ભવમાં તે તે ભવ અનુસાર જે ઇચ્છાઓને કારણે ધર્મઅનુષ્ઠાનમાં દઢ ઉદ્યમ સ્કૂલના પામતો હોય તેવી ઇચ્છાઓ શાંત થાય એ પ્રકારના ફળની મને પ્રાપ્તિ થાવ, આ પ્રકારે અભિલાષ કરવાથી પોતાના વિશુદ્ધ અધ્યવસાયને અનુરૂપ પોતાના જીવનમાં જે પ્રતિકૂળ સંયોગો છે તે દૂર થાય છે અને પોતાને ઇષ્ટ એવી ઇચ્છાઓની પૂર્તિ થાય છે તેના કારણે યોગમાર્ગની પ્રવૃત્તિમાં અલના વગર દઢ યત્ન થાય એવા સંયોગો તે મહાત્માને પ્રાપ્ત થાય છે અને તે મહાત્માના પ્રણિધાનને અનુરૂપ ઉત્તર-ઉત્તરના ભવમાં પણ સર્વત્ર ઇષ્ટ ફળની સિદ્ધિ થાય છે, જેથી સમ્યગુ ધર્મને સેવીને મોક્ષને અનુકૂળ મહાસત્ત્વનો સંચય કરી શકે છે.
વળી, જીવ સંસારઅવસ્થામાં મોહ વાસિત છે, તેથી અનાભોગથી કે મૂઢતાથી પણ લોકવિરુદ્ધ કૃત્યો કરીને લોકોને ધર્મ પ્રત્યે અનાદર થાય તેવો સંક્લેશ કરાવે છે, તેથી પોતાનાં કૃત્યો દ્વારા ઘણા યોગ્ય જીવોને ધર્મથી વિમુખ કરવામાં નિમિત્ત બને છે, તેથી તેવું લોકવિરુદ્ધ કૃત્ય મોટા અનર્થનું કારણ છે, તેથી વિવેકી સાધુ-શ્રાવક લોકવિરુદ્ધ કૃત્ય કરે નહિ, તોપણ અનાભોગ આદિથી લોકવિરુદ્ધ કૃત્ય ન થાય અને જન્માંતરમાં પણ લોકવિરુદ્ધ આચરણાની પ્રાપ્તિ ન થાય તેવો અધ્યવસાય દઢ કરવા માટે જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી તેવા લોકવિરુદ્ધનો ત્યાગ પ્રાપ્ત થાય તેવી ભગવાન પાસે યાચના કરે છે.
વળી, માતા-પિતા આદિ ગુરુજનની પૂજા ઉચિત કૃત્ય સ્વરૂપ છે, તેથી દરેક જન્મમાં પોતે તેવાં ઉચિત કૃત્ય કરનાર થાય તેવી ઇચ્છા રાખે છે. જે જીવોમાં ક્ષુદ્ર પ્રકૃતિ છે તેઓ વર્તમાનના ભવમાં માતા-પિતા આદિ દ્વારા જે પોતાના ઉપર દેહપાલન આદિ ઉપકાર થયો છે તેના કારણે પણ તેઓની ભક્તિ આદિ કરતા નથી તેવા શુદ્ર જીવો ધર્મ સેવીને પણ ઉત્તમ પ્રકૃતિ પ્રગટ કરી શકે નહિ, તેથી વિવેકી સાધુ-શ્રાવક સામાન્યથી પોતાની ભૂમિકા અનુસાર ગુરુજનની પૂજા કરનારા જ હોય છે, કદાચ અજ્ઞાનવશ તે પ્રકારે યત્ન ન થયો હોય તો પ્રસ્તુત સૂત્રના બળથી જાણીને અવશ્ય તે પ્રકારે યત્ન કરે છે. તોપણ દરેક ભવમાં તેવી સુંદર પ્રકૃતિ પોતાને પ્રાપ્ત થાય માટે પ્રસ્તુતમાં ગુરુજનપૂજાની યાચના કરે છે.
વળી, બીજા જીવોના હિતને અનુકૂળ પ્રયત્ન કરનાર હું થાકે એ માટે પરાર્થકરણની યાચના કરે છે જે જીવલોકનો સાર છે સંસારમાં વર્તતા જીવોનો શ્રેષ્ઠ અધ્યવસાય છે અને આ વાસ્તવિક પુરુષાર્થનું ચિહ્ન છે; કેમ કે સર્વ જીવોનું હિત થાય તે પ્રકારની વિવેકપૂર્વકની ઉચિત પ્રવૃત્તિ સ્વ-પરના કલ્યાણનું પ્રબળ કારણ છે.
આ રીતે ભવનિર્વેદ આદિથી માંડીને પરાર્થકરણ સુધીની માંગણી કરી તે લૌકિક સૌંદર્ય છે; કેમ કે સર્વ